મુંબઇના ગેઇટી ગેલેક્સી થિયેટરમાં અલ્લૂ અર્જુનની ફિલ્મ પુષ્પા-2ના સ્ક્રીનિંગ દરમિયાન એક ચોંકાવનારી ઘટના સર્જાઈ હતી. એક રહસ્યમય સ્પ્રેને કારણે ઘણા બધા લોકોની તબિયત લથડી હતી જે બાદ ઉતાવળમાં જ સ્ક્રીનિંગ બંધ કરાયું હતું.
ઘટનાની જાણકારી પોલીસ અધિકારીઓને આપવામાં આવી હતી, જેમણે તપાસ હાથ ધરી છે. અહેવાલો અનુસાર ઇન્ટરમિશન બાદ સ્ક્રીનિંગ 15-20 મિનિટ માટે રોકી દેવાયું હતું. કોઈ અજાણી વ્યક્તિએ સ્ક્રીનિંગ દરમિયાન કોઈ પદાર્થનો છંટકાવ કર્યો હતો, જેના કારણે થિયેટરમાં રહેલા લોકોને ઉધરસ, ગળામાં બળતરા અને ઊલટીની ફરિયાદ થવા લાગી હતી. લોકોની ફરિયાદો બાદ શોને બંધ કરી દેવાયો હતો. ત્યારબાદ સ્થિતિ સામાન્ય થવા પર સ્ક્રીનિંગ ફરીવાર શરૂ કરાયું હતું. પોલીસ હાલ આ તપાસ કરવાનો પ્રયાસ કરી રહી છે કે થિયેટરની અંદર કયા સ્પ્રેનો ઉપયોગ કરાયો હતો. પોલીસે શંકા વ્યક્ત કરતા કહ્યું હતું કે જે સ્પ્રેનો બહાર ખુલ્લી જગ્યામાં કરાવાનો હતો તેનો ઉપયોગ થિયેટરની અંદર કરી દેવાયો હતો. પોલીસ હાલ CCTV ફૂટેજ ચકાસી રહી છે. સાથે જ પુરાવા માટે અંદરના લોકોની પૂછપરછ પણ કરી રહી હતી. થિયેટરની અંદર રહેલા એક પ્રેક્ષકે જણાવ્યું હતું કે અમે ઇન્ટરવલ બાદ જેવા પરત આવ્યા કે અમને ઉધરસ આવવા લાગી હતી અમે બાથરૂમમાં ગયા ત્યાં અમને ઊલટી થવા લાગી હતી. તે દુર્ગંધ લગભગ 10-15 મિનિટ સુધી રહી હતી. થિયેટરના દરવાજા ખૂલ્યા બાદ તે સમાપ્ત થઈ હતી. જે બાદ ફિલ્મ ફરી શરૂ થઈ હતી.
Source link