NATIONAL

Delhi: સરકાર તમામ કૃષિ પેદાશોને લઘુતમ ટેકાના ભાવ પર ખરીદશે: શિવરાજસિંહ

કેન્દ્રીય કૃષિ પ્રધાન શિવરાઝસિંહ ચૌહાણે શુક્રવારે રાજ્યસભાને જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી સરકાર તમામ કૃષિ પેદાશોને લઘુતમ ટેકાના ભાવ MSP) ખરીદશે. ખેડૂતો સાથે એમએસપી પર વાત કરતા કેન્દ્રીય કૃષિપ્રધાને તે માટે આશ્વાસન પણ આપ્યું હતું.

શિવરાજસિંહનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ખેડૂતોએ પોતાની માગણીઓ સાથે દિલ્હી સુધી પગપાળા યાત્રાનું આહ્વાન કર્યુ છે. રાજ્યસભામાં શિવરાજસિંહ ચૌહાણે કહ્યું હતું કે, હું તમને લોકોને આશ્વાસન આપવા માગુ છું કે ખેડૂતોની તમામ કૃષિ પેદાશો લઘુતમ ટેકાના ભારે સરકાર દ્વારા ખરીદવામાં આવશે. આ મોદી સરકાર છે. આ મોદીની ગેરંટીને પૂરી કરવાની ગેરંટી છે. તેમણે કહ્યું હતું કે, જ્યારે મારા વિપક્ષી મિત્રો સત્તામાં હતા ત્યારે તેમણે કહ્યું હતં કે તેઓ સ્વામીનાથન પંચની ભલામણોનો સ્વીકાર નહીં કરે. ખાસ કરીને કૃષિ પેદાશોની પડતર પર 50 ટકા વધારે રકમ આપવાની ભલામણ પર. શિવરાજ સિંહ ચૌહાણના નિવેદન પર રાજ્યસભાના ચેરમેન જગદીપ ધનખડે તેમને રેકોર્ડ સામે રજૂ કરવા કહ્યું હતું. કેન્દ્રીય પ્રધાને વિપક્ષ પર નિશાન તાકતા દાવો કર્યો હતો કે પહેલાની યુપીએ સરકાર ક્યારેય ખેડૂતોનું સન્માન નથી કર્યું અને ક્યારેય ખેડૂતોને ફાયદો થાય તેવી કિંમતો પર ગંભીરતાથી વિચારણા નથી કરી.

શિવરાજ ખેડૂતોના લાડકાઃ ધનખડ

સંસદમાં ચર્ચા દરમિયાન ગૃહના અધ્યક્ષ જગદીપ ધનખડે શિવરાજસિંહના નિવેદન સામે પ્રતિક્રિયા આપી હતી. તેમણે શિવરાજસિંહના સમર્થનમાં કહ્યું હતું કે માનનીય મંત્રી મારી સાથે હતા. જતી વખતે પણ મારી સાથે હતા અને આવતી વખતે પણ. જે વ્યક્તિની ઓળખ દેશમાં લાડકા તરીકે હતી તે હવે ખેડૂતોના લાડકા થશે. હું સંપૂર્ણપણે આશાવાદી છું કે પોતાના નામને અનુરૂપ શિવરાજ તેમ કરીને દેખાડશે. આજથી મેં તમારા નામનું નામાંકન કરી દીધું છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button