યુપીમાં બસપા નેતાએ સપા ધારાસભ્યના ઘરે સંબંધ કરવાનું ભારે પડી ગયુ. વાત એટલી વણસી ગઇ કે પાર્ટીએ તેને અનુશાસનહીન ગણાવીને બસપા નેતાને બહારનો રસ્તો બતાવી દીધો. બસપા નેતાનું નામ છે સુરેન્દ્ર સાગર. તેઓ રામપુર જિલ્લામાં 5 વખત બસપાના અધ્યક્ષ રહી ચૂક્યા છે. પણ એવુ તો શું કર્યુ કે તેમને પાર્ટીએ બહારનો રસ્તો બતાવી દીધો. આવો જાણીએ.
લગ્ન કરાવ્યા તો પાર્ટીએ હાંકી કાઢ્યા
થયુ એવુ કે બસપા નેતા સુરેન્દ્ર સાગરે પોતાના પુત્રના લગ્ન સપા ધારાસભ્ય ત્રિભુવન દત્તની પુત્રી સાથે કર્યા. તમને જણાવી દઈએ કે ત્રિભુવન દત્ત બીએસપીમાંથી સાંસદ-ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે, પરંતુ હવે તેઓ સપામાંથી ધારાસભ્ય છે. તો બીજી તરફ હાલમાં જ સપા પ્રમુખ અખિલેશ યાદવ આંબેડકર નગર સ્થિત ત્રિભુવન દત્તના ઘરે ગયા હતા. હવે માયાવતીએ માત્ર સુરેન્દ્ર સાગરને જ પાર્ટીમાંથી હાંકી કાઢ્યા નથી, પરંતુ રામપુર જિલ્લા અધ્યક્ષ પ્રમોદ સાગરને પણ હટાવી દીધા છે. પાર્ટીએ સુરેન્દ્ર સાગર પર પાર્ટી વિરોધી ગતિવિધિઓમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો છે. જ્ઞાનપ્રકાશ બૌધ કે જેઓ જિલ્લા પ્રભારી હતા તેઓને નવા જિલ્લા પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
જાણો કોણ છે સુરેન્દ્ર સાગર?
તમને જણાવી દઈએ કે સુરેન્દ્ર સાગરને બરેલી ડિવિઝનમાં બસપાના મોટા નેતા માનવામાં આવે છે. તેઓ ઘણા મહત્વના હોદ્દા પર રહી ચૂક્યા છે. તેઓ 2022ની વિધાનસભા ચૂંટણીમાં મિલક સીટ પરથી ચૂંટણી લડ્યા હતા. આ મામલે સુરેન્દ્ર સાગરે કહ્યું કે તેઓએ કોઈ અનુશાસનનું ઉલ્લંઘન કર્યું નથી. તેણે હાલમાં જ પોતાના પુત્રના લગ્ન સપા ધારાસભ્ય ત્રિભુવન દત્તની પુત્રી સાથે કર્યા છે. અગાઉ, પૂર્વ વિભાગીય પ્રભારી પ્રશાંત ગૌતમને માયાવતીએ મુંકદ અલીના પુત્રના લગ્નમાં હાજરી આપવા બદલ કાઢી મૂક્યા હતા.
પાર્ટીએ પહેલેથી જ કાર્યવાહી કરી
મુંકદ અલીની પુત્રી પૂર્વ સાંસદ કાદિર રાણાની વહુ છે. તેણીએ આ ચૂંટણી મીરાપુરથી સપાની ટિકિટ પર લડી હતી. આ પછી બસપાએ મુંકદ અલીના પુત્રના લગ્નમાં સામેલ થયેલા લોકોને પાર્ટીમાંથી બહાર કરી દીધા હતા. તે સમયે વિધાનસભા પેટાચૂંટણી યોજાવાની હતી અને બસપાને શંકા હતી કે સપાના ઉમેદવારો અને ઘણા નેતાઓ પણ મુંકદ અલીના પુત્રના લગ્નમાં હાજરી આપી શકે છે.
Source link