ધંધુકા ખાતે રંગેચંગે રોશની ના ઝગમગાટ વચ્ચે ગત 2 ડિસેમ્બરના રોજ રાજ્યના કેબિનેટ મંત્રીના વરદ હસ્તે પુલ જાહેર જનતા માટે ખુલ્લો મુક્યો હતો.પરંતુ પુલ શરૂ થયાના બે દિવસ બાદ જ અચાનક પ્રકાશમય પુલ અંધારપટ માં ફેરવાયો છે.
પાછલા ચાર દિવસથી પુલ પરની અડધા ઉપરાંત ની લાઈટો બંધ હાલત માં છે જેના કારણે ખાસ કરીને નાના વાહન ચાલકોને પરેશાની ભોગવવા નો વારો આવ્યો છે. ચાર માર્ગીય પૂલની બન્ને તરફ્ ઓવરહેડ સ્ટ્રીટ લાઈટો લગાવાઈ છે. જે ઉઘ્દાટનના ત્રીજા જ દીવસથી બંધ થઈ જતા પુલના કામ સામે અનેક સવાલો પ્રજા થી ઉઠી રહ્યા છે લોકો કહી રહ્યા છે કે ચાર દિન કી ચાંદની ફરી અંધેરી રાત જેવો માહોલ. સર્જાયો છે. હવે એ જોવાનું રહયુ કે ક્યારે આ સ્ટ્રીટ લાઈટો ફરી ચાલુ કરી વાહન ચાલકોને સાનુકૂળતા કરવામાં આવે છે.
Source link