લખતર તાલુકાના અણીયાળી ગામે રહેતો અજય કનૈયાલાલ રોચીયા તેના મિત્રોને ઘર પાસે ભેગા કરી અપશબ્દો બોલી દેકારો કરતો હતો. ત્યારે પરસોત્તમભાઈ સાકરીયા સહિતનાઓ તેમના ઘરે ગયા હતા. અને ઠપકો આપ્યો હતો.
આ બાબતનું મનદુઃખ રાખીને થોડીવાર પછી લાલજી કેહરભાઈ ઓળકીયા, જયંતી રામજીભાઈ ઓળકીયા, મહેશ લાલજીભાઈ ઓળકીયા અને જીતેન્દ્ર જીવરાજભાઈ ઓળકીયા હાથમાં સોરીયુ, લોખંડનો પાઈપ અને લાકડી લઈને આવ્યા હતા. અને બાબુભાઈ જીવરાજભાઈ સાકરીયા, લીલાબેન પરસોત્તમભાઈ સાકરીયા, પરસોત્તમભાઈ સાકરીયા, રતનબેન લીલમભાઈ ઓળકીયા, લીલમભાઈ વીરજીભાઈ ઓળકીયા અને કીરણ પરસોત્તમભાઈ ઓળકીયાને માર મારી ઈજા પહોંચાડી હતી. જેમાં તમામ 6 ઈજાગ્રસ્તોને 108 દ્વારા સારવાર માટે સુરેન્દ્રનગરની સી.યુ.શાહ મેડીકલ કોલેજ એન્ડ હોસ્પીટલ લઈ જવાયા હતા. બનાવની લખતર પોલીસ મથકે કીરણ પરસોત્તમભાઈ સાકરીયાએ ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પીઆઈ વાય.પી.પટેલ ચલાવી રહ્યા છે.
Source link