GUJARAT

Lakhtar માં પેટા તિજોરી કચેરી ફરી શરૂ કરો

લખતરના આથમણા દરવાજા સામે લખતર પેટા તિજોરી કચેરી આવેલી હતી. આ કચેરી અંદાજે 50 વર્ષથી કાર્યરત હતી. ત્યારે તાજેતરમાં રાતોરાત આ પેટા તિજોરી કચેરી બંધ કરી વહીવટી તંત્રે સુરેન્દ્રનગરની જિલ્લા તિજોરી કચેરીમાં ભેળવી દીધી છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા નોટરી એસોસિયેશનના સભ્યોમાં આ બાબતે રોષ ફેલાયો છે.

સ્થાનીક તથા ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવાની રણનીતી ઘડાઈ રહી છે. લખતર તાલુકા કક્ષાની પેટા તીજોરી કચેરી જુની મામલતદાર કચેરીમાં આથમણા દરવાજા સામે આવેલ છે. અંદાજે 50 વર્ષથી કાર્યરત આ કચેરી જિલ્લા વહીવટી તંત્રે રાતોરાત બંધ કરીને કલેકટર કચેરીના કેમ્પસમાં આવેલ જિલ્લા તીજોરી કચેરીમાં ભેળવી દીધી છે. આ બનાવથી લખતરના શહેરીજનોમાં રોષ ફેલાયો હતો. બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લા નોટરી એસોસીયેશન દ્વારા પણ લખતરની પેટા તીજોરી કચેરી શરૂ રાખવા માંગ કરાઈ છે. આ અંગે સુરેન્દ્રનગર જિલ્લા નોટરી એસોસીયેશનના પ્રમુખ રવિન્દ્રસીંહ ચુડાસમાએ જણાવ્યુ કે, સરકારે તા. 6-12ના રોજ લખતરના નોટરીઓને પત્ર લખી લખતરની પેટા તીજોરી કચેરી સુરેન્દ્રનગર જિલ્લા તીજોરી કચેરીમાં ભેળવી દીધી છે. આ લખતરની પેટા તીજોરી કચેરી બંધ થવાથી લખતરના હજારો પેન્શનરોને સુરેન્દ્રનગરના 30 કીમીના ધક્કા ખાવા પડશે.આ ઉપરાંત લખતરની કોર્ટ, મામલતદાર, સબ રજીસ્ટ્રાર, પ્રાંત કચેરીના કર્મીઓને પણ વીવીધ સરકારી ચલણ ભરવા સુરેન્દ્રનગર લાંબુ થવુ પડશે. બીજી તરફ લખતરમાં અંદાજે 12થી વધુ નોટરીઓની ઓફીસ આવેલી છે. આ નોટરીઓને અઠવાડીયામાં 3 થી 4 વાર ટીકીટની ખરીદી કરવી પડે છે. જેમાં તેઓ ચલણ પેટા તીજોરી કચેરીમાં ભરીને ટીકીટ મેળવતા હતા. પરંતુ હવે તેઓને કામકાજના સમયમાં આ ટીકીટ મેળવવા સુરેન્દ્રનગર ફરજીયાત આવવુ પડે તેમ છે. આથી વહીવટી તંત્રે લીધેલો આ નીર્ણય ભુલ ભરેલો, ઉતાવળીયો, લોકો માટે અન્યાયકર્તા હોવાનું કહી તાકિદે લખતરમાં ફરી પેટા તીજોરી કચેરી ધમધમતી થાય તેવી કાર્યવાહી કરાઈ છે.

અગાઉ 1 વર્ષ પહેલા વઢવાણની કચેરી આ જ રીતે બંધ થઈ હતી

સરકારે એકાદ વર્ષ પહેલા વઢવાણની પેટા તિજોરી કચેરી પણ આ જ રીતે બંધ કરી દીધી હતી. જેને લીધે રોષની લાગણી ફેલાઈ હતી. અને રજુઆતો પણ કરાઈ હતી. જેમાં સ્થાનીક કલેકટરે આ નાણા વિભાગનો નિર્ણય હોવાનું કહી હાથ ઉંચા કરી દીધા હતા. વઢવાણની પેટા તીજોરી કચેરી તો જિલ્લા કચેરીથી 8-10 કિમી દુર છે. ત્યારે લખતરની પેટા તીજોરી કચેરી તો જિલ્લા કચેરીથી 28-30 કીમી દુર આવેલી છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button