સુરેન્દ્રનગરની સી. યુ. શાહ મેડીકલ કોલેજ સામે આવેલ નંદનવન પાર્કમાં રહેતા 32 વર્ષીય ભગીરાજસીંહ એન. ઝાલા બે દિવસ પહેલા ઘરેથી કયાંક ચાલ્યા ગયા હતા.
પરિવારજનો તેઓની શોધખોળ કરતા હતા આ દરમિયાન તેમના ભાઈના ફોનમાં ભગીરાજસીંહે મેસેજ કરી મારૂ એકટીવા દુધરેજ કેનાલ પાસે પડયુ છે અને તેની ડેકીમાં મારો મોબાઈલ મુકેલો છે. તેમ જણાવ્યુ હતુ. આથી પરીવારજનો કેનાલે દોડી ગયા હતા અને ફાયર વિભાગને તથા પોલીસને જાણ કરતા શોધખોળ આદરી હતી. જેમાં શનિવારે બપોરના સમયે કેનાલમાંથી ભગીરાજસીંહની લાશ મળી હતી. પોલીસે લાશને પીએમ માટે મોકલી પરિવારજનોની પુછપરછ આદરી છે. બનાવની વધુ તપાસ એચસી હિતેશભાઈ પંડયા ચલાવી રહ્યા છે. જયારે બીજી તરફ લખતરની ખારીયા શેરીમાં રહેતા અને ઉગમણા દરવાજે એગ્રોની દુકાન ધરાવતા 58 વર્ષીય મુસ્તુફાભાઈ ઉસ્માનભાઈના ચપ્પલ અને શાલ બપોરના સમયે કેનાલની પાસે મળી આવ્યા હતા. આથી તેઓએ લખતર પાસે કેનાલમાં ઝંપલાવ્યુ હોવાનું માની પોલીસ અને ફાયર વિભાગની ટીમ દોડી ગઈ હતી. અને કેનાલમાં શોધખોળ આદરાઈ હતી. જેમાં શનિવારે મોડી સાંજે વેપારી મુસ્તુફાભાઈની લાશ મળી આવી હતી.
Source link