GUJARAT

Morbiમાં 29 કરોડના વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરાયું, વાંચો Inside Story

હળવદ નગરપાલિકા દ્વારા આગામી સમયમાં નિર્માણ પામનાર સરા ચોકડીથી ત્રણ રસ્તા સુધીનો મુખ્ય રોડ, ભૂગર્ભ ગટર યોજના ફેસ ૨, સુવર્ણ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના વર્ષ ૨૦૨૩-૨૪ અને ૨૪-૨૫ અંતર્ગત વિવિધ વિકાસલક્ષી કામો તેમજ ૧૫ માં નાણાપંચ અંતર્ગત વિકાસલક્ષી કામો અને ૨૦૦૦ વૃક્ષારોપણ સહીત ૨૯.૪૦કરોડથી વધુ રકમના કામોનું ખાતમુર્હત સુરેન્દ્રનગર સાંસદ ચંદુભાઈ સિહોરા અને ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાના હસ્તે કરાયું.

વિવિધ વિકાસ કામો કરાયા

હળવદ નગરપાલિકા વિસ્તારમાં વિવિધ વિકાસના કામો માટે આજે ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો જેમાં આર એન્ડ બી ઓફીસ, વૈજનાથ મંદિર સામે હળવદ ખાતે કરવામાં આવયો હતો જે પ્રસંગે સંસદ સભ્ય ચંદુભાઈ શિહોરા, ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા,સહિત હળવદ નગરપાલિકાના પદાધિકારીઓ ઉપસ્થિત રહયા હતા સરા ચોકડીથી નિર્માણ પામનાર રોડનું ગુણવત્તા સભર કામ કરવા ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ જણાવ્યું હતું ત્યારે આજે પોલિયો રવિવાર હોવાથી સાંસદ અને ધારાસભ્યએ બાળકોને પોલિયો પાઈને પોલિયો મુક્ત કરવા પોલિયો બાળકોને પીવડાવવા અનુરોધ કર્યો હતો.

જાણો નવું જાહેરનામુ

મોરબી મોરબી નગરપાલિકા દ્વારા પોસ્ટ ઓફિસથી કલેકટર ઓફિસના રોડને રિસરફેસિંગ કામ કરવા માટે આ રોડ પરના વાહન વ્યવહારને ડાયવર્ઝન આપવા અંગેની રજૂઆત સામે આવી છે. આ રોડ ફોરલેન હોય જેમાં એક સાઈડ પહેલા રોડનું કામ કરવું અને એક સાઈડનું કામ પૂર્ણ થયા બાદ જ બીજી સાઈડનું કામ ચાલુ કરવામાં આવે તે રીતે બે ભાગમાં સ્ટેપ બાય સ્ટેપ રોડ બનાવવા માટે વ્યવસ્થાના ભાગરૂપે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

 


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button