ભાવનગરમાં રો-રો ફેરીના જહાજમાંથી યુવક અચાનક દરિયામાં પડયો હતો,કંઈ રીતે તે અચાનક પડયો તેની માહિતી સામે આવી નથી પરંતુ જહાજ જઈ રહ્યું હતુ અને અચાનક તે જહાજમાંથી દરિયામાં પડયો હતો,ઘોઘાથી હજીરા રો પેક્સ ફેરી જહાજમાં આ ઘટના બની હોવાની વાત સામે આવી છે.રેસ્ક્યૂ ટીમે યુવકને દરિયામાંથી બહાર કાઢ્યો હતો અને યુવકના રેસ્ક્યૂનો લાઈવ વીડિયો આવ્યો સામે છે.
મધદરિયે યુવક પડયો
ઘોઘા હજીરા રો-પેક્સ ફેરી સર્વિસમાં મધદરિયે એક વ્યક્તિ આકસ્મિક રીતે દરિયામાં પડયો હતો,દરિયામાં પડેલા યુવકનું રો પેક્સ ફેરી સર્વિસની રેસ્ક્યૂ ટીમ દ્વારા રેસ્ક્યૂ કરી દરિયાની બહાર કાઢવામાં આવ્યો હતો તો એક તરફ યુવકનો જીવ ઉંચો થઈ ગયો હતો અને બીજી તરફ જહાજમાં બેઠેલા લોકોના જીવ પણ પડીકે બંધાયા હતા કેમકે યુવકને બચાવવો પણ જરૂરી હતો પરંતુ યુવકને સ્વિમીંગ કરતા આવડતું હોવાથી તે ધીરે ધીરે જહાજ સુધી પહોંચી ગયો હતો અને રેસ્કયૂ ટીમે તેનો બચાવ કર્યો હતો.
રો-રો સર્વિસમાં સલામતીના ધાંધિયા ?
રો-રો સર્વિસમાં સલામતીના ધાંધિયા છે કે શું,યુવાન અચાનક નીચે પડયો એટલે એ જહાજમાં કયા ઉભો હશે અને અચાનક નીચે આવીને પડયો હશે એટલે કે આસપાસ કોઈ હશે નહી અને આ યુવાન નીચે પડી ગયો એટલે કહી શકાય કે રો-રો સર્વિસમાં સલામતીના ધાંધિયા જોવા મળ્યા છે.ઘોઘાથી હજીરા રો-પેક્સ ફેરી સર્વિસ હજીરા જતી હતી એ સમયે બન્યો હતો બનાવ ત્યારે રેસ્કયૂ કરતા સમયે રો પેક્સ ફેરી સર્વિસને મધ દરિયે ઉભી રાખવી પડી હતી.
સમયનો થાય છે બચાવ
શે હજીરા-ઘોઘા વચ્ચે રો-પેક્સ ફેરી સર્વિસ શરૂ કરાઈ છે. આ સર્વિસમાં મુસાફરોની સાથે મોટરસાઈકલ, કાર, બસ અને ટ્રકને પણ એકથી બીજા સ્થળે લઈ જવાય છે. હજીરા-ઘોઘા રો-પેક્સ ફેરી સર્વિસ શરૂ થતાં આ બંને સ્થળનું અંતર 370 કિ.મી.થી ઘટીને 60 કિ.મી. થઈ જશે. અગાઉ આ મુસાફરીમાં 12 કલાકનો સમય થતો, જ્યારે હવે ફક્ત 4 કલાક થશે. સવારે ફેરીમાં બેસીને ભાવનગરથી સુરત જવા નીકળનાર સાંજ સુધીમાં પાછા ફરી શકશે. જોકે તેમણે એ વાતનું ધ્યાન રાખવું પડશે કે, બપોરે હજીરા પહોંચતી ફેરી અથવા હજીરાથી ઘોઘા પહોંચતી ફેરી માત્ર એક કલાકમાં જ પાછી ફરશે.
Source link