ગુજરાતમા હવે ધીરે ધીરે ઠંડીનુ જોર વધી રહ્યુ છે છેલ્લા 24 કલાકમાં નોધાયેલા તાપમાન અનુસાર નલિયા અને ગાંધીનગરમાં ઠંડી 13 ડિગ્રી નજીક પહોંચી છે. જયારે અમદાવાદ અને ડીસામાં 14 ડીગ્રી તાપમાન નોધાયુ છે. રાજ્યમાં 11.6 ડિગ્રીથી લઈને 23.4 ડિગ્રી વચ્ચે લઘુતમ તપામાન નોંધાયું હતું.
અમદાવાદમાં પણ એક ડિગ્રી જેટલું તાપમાન ઘટયું હતું ગુજરાતમાં શિયાળો જેમ જેમ આગળ વધી રહ્યો છે તેમ તેમ કડકડતી ઠંડી પડી રહી છે. એક દિવસના વિરામ બાદ ઠંડીએ ફરીથી જોર પકડયું છે. ગુજરાતમાં નલિયામાં ઠંડી 13 ડિગ્રી નજીક પહોંચવા આવી છે. રાજ્યમાં 13 ડીગ્રી લઘુતમ તો 33 ડિગ્રી જેટલુ મહત્તમ તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં પણ ધીરે ધીરે ઠંડીનુ જોર વધી રહ્યુ છે અને 15 ડીગ્રીએ પહોચ્યુ છે. જયારે નલિયાની સાથે સાથે ગાંધીનગરમાં પણ ઠંડીનો ચમકારો શરુ થયો છે બન્ને સ્થલે 13 ડીગ્રી લઘુતમ તાપમાન સાથે સૌથી ઠંડું શહેર નોંધાયું છે.રાજકોટ,મહુવા અને કેશોદમાં 15 ડીગ્રી તો દરિયા કિનારે આવેલા જીલ્લામાં ગરમીનુ પ્રમાણ વધતા ઠંડીમાં ઘટાડો નોધાયો છે. દ્રારકા, ઓખામાં 21 અને 23 ડીગ્રી તાપમાન તો વેરાવળમાં 19 ડીગ્રી તાપમાન નોધાયુ છે.
Source link