આણંદ જિલ્લાના આંકલાવમાં લાયન્સ કલબ દ્વારા બ્લોક કક્ષાના વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરાઈ હતી. કાર્યક્રમની શરૂઆત દિવ્યાંગ બાળકોની સમાજમાં સ્વીકૃતિ થાય તેમજ આ બાળકો પ્રત્યે અનુકંપા બની રહે તે હેતુથી કાઢવામાં આવેલ રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
રેલી બાદ રિસોર્સ શિક્ષકોએ દિવ્યાંગ બાળકોને ચિત્રકામ, નિબંધ સ્પર્ધા, સંગીત ખુરશી, બોલ બ્રે, લીંબુ ચમચી જેવી રમતોની સ્પર્ધા કરાવી હતી. જેમાં 1થી 3 નંબરે વિજેતા બાળકોને લાયન્સ ક્લબ દ્વારા ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ધ વાઈટ પેજ વડોદરાની બહેનો દ્વારા બ્લોકના તમામ બાળકોને અનાજની કીટ (1-કિલો દાળ, 2.5-કિલો ચોખા, 1-કિલો મોરસ, 5-કિલો લોટ, 1-લીટર તેલ)આપવામાં આવી હતી. આંકલાવ બ્લોકની અલગ અલગ શાળાઓમાં અભ્યાસ કરતા દિવ્યાંગ બાળકો તેમના વાલીઓ સાથે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ધ વ્હાઈટ પેજ વડોદરાથી પુજાબેન દેસાઈ તથા રીપલબેન પટેલ તેમજ લાયન્સ ક્લબ આણંદમાંથી લાયન્સ પ્રમુખ હેમંતભાઈ, લાયન્સ સેક્રેટરી શ્યામભાઈ શાહ, કેબિનેટ મેમ્બર રમેશભાઈ ડી. પટેલ, પ્રેમીલાબેન પટેલ, NRI લાયન અલ્કેશભાઈ જોષી, જયેશભાઈ, કૃણાલભાઈ, જી.એન.ભાવસાર, રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ આંકલાવના અધ્યક્ષ રમણભાઈ પઢિયાર, તાલુકા ભાજપ સંગઠનના ઘનશ્યામભાઈ પટેલ, જોષીકુવા દૂધ ઉત્પાદક મંડળીના ચેરમેન હર્ષદભાઈ પટેલ જેવા મહાનુભાવોએ ઉપસ્થિત રહી બાળકોને પ્રેરણા અને પ્રોત્સાહન આપ્યું હતું.સંચાલન બીઆરસી ઇશ્વરભાઇ દ્વારા કરવામાં આવ્યું હતું.
Source link