સુરતના ઓલપાડના ગ્રામ્ય વિસ્તારમાં કારની અડફેટે બાળકીનું મોત થયું છે.બાળકી રમતી હતી અને તે દરમિયાન અચાનક કાર ચાલકે રીવર્સ લેતા આ ઘટના બની હોવાની વાત સામે આવી છે,અટોદરાની સ્વર્ગ સોસાયટીમાં બાળકી રમતી હતી અને આ ઘટના બની હોવાની માહિતી સામે આવી છે,પોલીસે કાર ચાલક અરવિંદ વિશ્વકર્માની અટકાયત કરી છે અને તપાસ હાથધરી છે.
પોલીસે નોંધી ફરિયાદ
નવસારીનો કાર ચાલક છે અને તેની બેદરકારીના કારણે આ બાળકીનું મોત થયું હોવાની વાત સામે આવી છે.અટોદરામાં રમતી વેળાએ બાળકીને અડફેટે લીધી હતી,બાળકીને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેને સારવાર મળે તે પહેલા જ તેનું મોત થયુ હતુ,આ સમગ્ર મામલે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે અને બાળકીના મૃતદેહને પીએમ અર્થે મોકલી આપ્યો છે,પીએમ થયા બાદ મૃતદેહને પરિવારને સોંપવામાં આવશે.
બાળક રમતું હોય જાહેર જગ્યાએ તો તેને એકલું ના મૂકો
જયારે તમારૂ બાળક જાહેર જગ્યામાં કે ફલેટના પ્લોટ વિસ્તારમાં રમતું હોય તો તેને એકલુ ના મૂકો,આવી ઘટના એક વાર નહી પરંતુ અનેક વાર બની ચૂકી છે,માતા-પિતાની બેદરકારીની કારણે બાળકને જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે.બાળક જયારે રમતુ હોય ત્યારે માતા અથવા પિતા અથવા તો ઘરનો એક સભ્ય હાજર હોય તો આવી ઘટનાથી તમારૂ બાળક જશી જશે.
પોલીસે સીસીટીવી પણ જપ્ત કર્યા
સમગ્ર ઘટનાની જાણ થતાની સાથે પોલીસે પણ ઘટના સ્થળે અને તેની આસપાસના સીસીટીવી જપ્ત કર્યા છે,ત્યારે આરોપીની પૂછપરછ પણ શરૂ કરી છે,આરોપીએ કોઈ કૃત્ય જાણીજોઈને કર્યુ નથી ને તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે,કાર ચાલકને સ્થળ પરથી જ ઝડપી લેવામાં આવ્યો છે,ત્યારે આગામી સમયમાં આરોપીને જામીન મળે છે કે પછી જેલના સળિયા ગણવા પડશે તે જોવાનું રહ્યું.
Source link