GUJARAT

રાજ્યના પોલીસ બેડામાં મોટા ફેરફાર, 25 IPS અધિકારીઓની કરાઈ બદલી

રાજ્યમાં ફરી એક વખત મોટાપાયે બદલીના આદેશ સરકાર દ્વારા કરવામાં આવ્યા છે. રાજ્યના પોલીસ બેડામાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. 25 IPS અધિકારીઓની બદલી કરવા માટે આદેશ કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે ગૃહ વિભાગે આ બદલીના આદેશ કર્યા છે અને આ આદેશ બાદ પોલીસ બેડામાં ભારે હલચલ જોવા મળી રહી છે. 

કયા IPSની કયા કરવામાં આવી બદલી?

  1. રાજકુમાર પાંડિયનને ADGP કાયદો – વ્યવસ્થામાં મુકાયા
  2. અજય ચૌધરી ADGP મહિલા સેલમાં મુકાયા
  3. એમ.એલ.નિનામાની IGP સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચમાં બદલી
  4. વિધી ચૌધરી સ્પેશ્યિલ કમિશનર તરીકે અમદાવાદમાં મુકાયા
  5. જયપાલસિંહ રાઠોડની જોઈન્ટ જેસીપી સેક્ટર-2 અમદાવાદમાં બદલી
  6. લિના પાટીલની એડિશનલ પોલીસ કમિશનર વડોદરા તરીકે બદલી
  7. સુધીર ચૌધરી આઈબીના નવા એસપી બન્યા
  8. બલરામ મીણાની ડીસીપી ઝોન-1 અમદાવાદમાં બદલી
  9. હિમકરસિંહ રાજકોટ ગ્રામ્યના નવા એસપી બન્યા
  10. ઉષા રાડાની વડોદરા સેન્ટ્રલ જેલના નવા જેલર તરીકે બદલી
  11. સંજય ખરાટ અમરેલીના નવા એસપી બન્યા
  12. ડો. રવિન્દ્ર પટેલ પોલીસ હાઉસિંગ બોર્ડમાં મુકાયા
  13. હિમાંશુ વર્માની સીઆઈડી ક્રાઈમના એસપી તરીકે બદલી
  14. આલોક કુમાર સુરત ઝોન-1ના ડીસીપી બન્યા
  15. વિધી ઠાકુરની અમદાવાદ સેન્ટ્રલ જેલના નવા જેલર તરીકે બદલી
  16. એન.એ.મુનીયાને એસઆરપી ગ્રુપ – 3માં મુકાયા
  17. વસંતકુમાર નાયી પાટણના નવા એસપી બન્યા
  18. મેઘા તેવરની અમદાવાદથી સાબરકાંઠા એસઆરપીમાં બદલી
  19. કોમલ વ્યાસને અમદાવાદથી જામનગર એસઆરપીમાં મુકાયા


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button