રોડ રસ્તાની રિપેરિંગ પાછળ કરોડો રૂપિયા ખર્ચ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ફાળવવામાં આવી રહ્યા છે. તેમ છતાં પૂર્વના ઘણાં વિસ્તારોમાં રોડ બનાવવાની કામગીરીથી લઈ કારીગીરો ન હોવાની ફરિયાદો સામે આવી રહી છે. પૂર્વના ઓઢવમાં શક્તિ ચોક ચાર રસ્તાથી અંબિકાનગરના સુપર સ્કુલ સુધીનો રોડ છેલ્લા એક મહિનાથી રિપેરિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે પરંતુ તેની કામગીરી પૂર્ણ થઈ રહી નથી.
જેના કારણે ત્યાંથી પસાર થતાં બાળકો અને વૃદ્ધો અવરનવર અકસ્માતનો ભોગ બની રહ્યા છે. જ્યારે આ અંગે સ્થાનિકોએ ફરિયાદ કરી તો અધિકારીઓ કારીગર નથી તેવા રટણ કરી રહ્યા છે.દિવાળી બાદ રોડ-રસ્તા રિપેરિંગની કામગીરી ઝડપથી કરવા માટેની મ્યુનિ. કમિશનર દ્વારા સૂચના આપવામાં આવી છે. આ તરફ પૂર્વના ઘણાં વિસ્તારોમાં હજી રોડ બનવાની કામગીરી ટલ્લે ચઢી છે. જેના કારણે લોકોને અવરજવરમાં મુશ્કેલી ઊભી થાય છે. આ અંગે અંબિકાનગરના સ્થાનિક આગેવાને જણાવ્યું કે, છેલ્લા એક મહિનાથી રોડના રિપેરિંગની કામગીરી ચાલી રહી છે. જેના કારણે અંબિકાનગર પ્રાથમિક શાળા અને સુપર હાઈસ્કુલમાં જતાં બાળકોને અવરજવરમાં મુશ્કેલી ઉભી થઈ રહી છે. તેમજ સતત નાના મોટા અકસ્માત રોડ ખરાબ હોવાના કારણે પણ બનતા રહે છે. આ અંગે જ્યારસીટી એન્જિનિયરને ફરિયાદ કરવામાં આવી તો તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું કે, હાલમાં કારીગરો નથી જેવા આવશે તેવા ઝડપથી કામગીરી કરવામાં આવશે. પરંતુ આ કારણે લોકોની મુશ્કેલી વધી રહી છે. જેના અંગે તંત્ર તાકીદે ધ્યાન આપે અને લોકોને ખરાબ રસ્તાની ઝંઝટમાંથી મુક્તિ મળે તે જરૂરી છે.
Source link