મણિનગરમાં વેપારીએ મિત્ર અને તેના ભાગીદારને ધંધામાં જરૂર હોવાથી ટુકડે-ટુકડે કુલ રૂ. 1.85 કરોડ આપ્યા હતા. જે બાદ નોટબંધી આવતા બંને ગઠિયા જૂની નોટો લઇને રૂપિયા પરત આપવા આવ્યા હતા. પરંતુ વેપારીએ જૂની નોટોનું શું કરું કહેતા બંને ગઠિયાઓએ રાહ જોવી પડશે તેમ જણાવ્યુ હતું.
આ નાણાં આજદીન સુધી ન આપતા વેપારીએ બંને સામે મણિનગરમાં પોલીસ ફરિયાદ કરી છે.મણિનગરમાં રહેતા સંદીપભાઇ અજમેરા બાપુનગરમાં ફર્નિચરની ફેકટરી ધરાવી ધંધો કરે છે. જેમાં વર્ષ 2014માં તેમને મિત્ર નીતિન અધેડા દ્વારા નવસારીના જિતેન્દ્ર ઉર્ફે સુનીલ ધુત સાથે ઓળખાણ થઇ હતી. જે બાદ નીતિને તેના મિત્ર જિતેન્દ્રને રૂ. 5 લાખની જરૂર છે તેમ જણાવ્યુ હતુ. પરંતુ સંદીપભાઇએ રૂપિયા આપવાની ના પાડી હતી. એક મહિના બાદ ફરીથી નીતીન અને જિતેન્દ્ર સંદીપભાઇને મળ્યા હતા. તે સમયે સંદિપભાઇએ જીતેન્દ્રને રૂ. 5 લાખ રોકડા આપ્યા હતા અને છ મહિનામાં પરત આપવાનું જણાવ્યુ હતુ. બાદમાં અવારનવાર જિતેન્દ્ર અને ભરતે ટુકડે-ટુકડે કુલ રૂ. 1.85 કરોડ સંદીપભાઇ પાસેથી લીધા હતા. ત્યારબાદ નોટબંધીમાં બંને ગઠિયા જૂની નોટો લઇને રૂપિયા પરત આપવા આવ્યા હતા. જેથી સંદીપભાઇએ જૂની નોટો શુ કરીશ કહીને ના પાડી હતી. જેથી બંનેએ રૂપિયા માટે થોડી રાહ જોવી પડશે પરંતુ નોટબંધીનો સમય પૂર્ણ થયો હોવા છતા રૂપિયા પરત આપ્યા ન હતા. બાદમાં સંદિપભાઇએ રૂપિયાની માંગણી કરતા ગલ્લા તલ્લા કર્યા હતા. તેમજ જિતેન્દ્ર ફરાર થઇ ગયો હતો. જેથી ભરત પાસે માંગણી કરતા ડરાવી ધમકાવીને રૂપિયા આપવાની ના પાડી હતી.
Source link