ભારત અને રશિયા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી વધુ મજબૂત બની રહી છે. રશિયામાં બનેલા શક્તિશાળી યુદ્ધ જહાજ INS તુશીલને ભારતને સોંપી દેવામાં આવ્યું છે. આ દરમિયાન સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને નૌકાદળના વડા એડમિરલ દિનેશ કે ત્રિપાઠીએ રશિયન બનાવટની અને સ્વદેશી મિસાઈલોની સાથે આધુનિક ટેક્નોલોજીથી સજ્જ યુદ્ધ જહાજ INS તુશિલના કમિશનિંગના સાક્ષી બન્યા.
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ રવિવારે મોડી રાત્રે મોસ્કો પહોંચ્યા
ત્યારે નેવી ચીફની સાથે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ રવિવારે મોડી રાત્રે મોસ્કો પહોંચ્યા અને તેઓએ મંગળવારે રશિયામાં તેમના સમકક્ષ આન્દ્રે બેલોસોવ સાથે ટેકનિકલ સહકાર પર આંતર-સરકારી આયોગની 21મી બેઠકમાં ભાગ લેશે. આ સિવાય તેઓ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને પણ મળી શકે છે.
ભારતીય નૌકાદળની તાકાતમાં થશે વધારો
આ યુદ્ધ જહાજથી દરિયામાં ભારતીય નૌકાદળની તાકાતમાં મોટો વધારો થશે. INS તુશીલનું વજન 3900 ટન છે, તેની ખાસિયત વિશે વાત કરીએ તો આ યુદ્ધ જહાજ 125 મીટર લાંબુ અને 3900 ટન વજન ધરાવે છે, જે તેના ઘાતક હુમલા માટે જાણીતું છે. INS તુશીલ એ રશિયન અને ભારતીય અત્યાધુનિક ટેક્નોલોજી અને યુદ્ધ જહાજના નિર્માણનું ઉત્તમ મિશ્રણ છે.
કેટલું તાકાતવર છે INS તુશીલ?
સોમવારે ભારતીય નૌકાદળને સોંપવામાં આવેલા આ શક્તિશાળી યુદ્ધ જહાજમાં 18 અધિકારીઓ અને 180 સૈનિકો તૈનાત થઈ શકે છે, જે 30 દિવસ સુધી દરિયામાં રહી શકે છે. તેમાં એડવાન્સ્ડ ઈલેક્ટ્રોનિક વોરફેર સિસ્ટમ અને 24 મિડિયમ રેન્જની મિસાઈલ તૈનાત કરવામાં આવી છે તે તલવાર ક્લાસ સ્ટેલ્થ ફ્રિગેટનો ભાગ છે અને તેને રશિયાના યંત્ર શિપયાર્ડમાં બનાવવામાં આવી છે. આ જહાજ મહત્તમ 59 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે.
રશિયાના 3 દિવસના પ્રવાસે રક્ષા મંત્રી
તમને જણાવી દઈએ કે રક્ષા મંત્રી રાજનાથ સિંહ 8થી 10 ડિસેમ્બર સુધી રશિયાના પ્રવાસે છે. આ દરમિયાન તેઓ ભારતીય સમુદાયને પણ સંબોધિત કરશે. તેમણે સોમવારે INS તુશીલને ભારતીય નૌકાદળમાં કમીશન આપ્યું હતું. આ સિવાય તેઓ મંગળવારે એક મહત્વપૂર્ણ બેઠકમાં પણ ભાગ લેશે. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓક્ટોબરમાં બ્રિક્સ સમિટમાં ભાગ લેવા માટે રશિયા ગયા હતા. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પણ ટૂંક સમયમાં ભારતની મુલાકાતે જવાના છે, થોડા દિવસો પહેલા જ ક્રેમલિને પોતાના નિવેદનમાં કહ્યું હતું કે ‘પુતિનની ભારત મુલાકાતની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને તારીખો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.’
Source link