NATIONAL

Knowledge: Google Gemini અને ChatGPTના બુરે દિન, મસ્ક લાવ્યા ફ્રીમાં AI ચેટબોટ

આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સનો ક્રેઝ આખી દુનિયામાં છવાયેલો છે. AI ચેટબોટ્સ જેમ કે Google Gemini AI અને OpenAI ChatGPT તમને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો લાભ લેવાની તક આપે છે. તમે આનો મફતમાં ઉપયોગ કરી શકો છો. પરંત હવે આગળનો રસ્તો Gemini અને ChatGPT માટે સરળ નથી કારણ કે Elon Musk એ AI ચેટબોટ Grok AI ને દરેક માટે ફ્રી કરી દીધુ છે.
ફ્રીમાં કરો Grok AIનો ઉપયોગ 
Grok AI ફ્રી થવાની સીધી અસર જેમિની અને ChatGPT પર સીધી અસર પડશે. અગાઉ Grok AI નો ઉપયોગ કરવા માટે, લોકોએ X નું પેઇડ સબસ્ક્રિપ્શન લેવું પડતું હતું, પરંતુ હવે તે ફ્રી થવાથી પૈસા ખર્ચવા નહી પડે.. અમેરિકન બિઝનેસમેન એલોન મસ્કની xAI કંપનીએ 2023માં Grok AI લોન્ચ કર્યું છે. તે ખાસ કરીને X માટે બનાવવામાં આવ્યું છે અને તેમાં જ એડ કરવામાં આવ્યું છે.

ફ્રીમાં Grok AIનો કરો ઉપયોગ 
Grok AI ચલાવવા માટે X પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શનની જરૂર નથી. જોકે xAI એ Grok AI ફ્રી બનાવવાની સત્તાવાર જાહેરાત કરી નથી. ઘણા વપરાશકર્તાઓ આ સેવાનો મફતમાં ઉપયોગ કરી શકે છે. તે સૌપ્રથમ શુક્રવારે જ ફ્રી હોવાનું બહાર આવ્યું હતું, જ્યારે નોન-પ્રીમિયમ વપરાશકર્તાઓએ પણ તેનો ઉપયોગ કરવા લાગ્યા હતા.

આ બાબતનું  રાખો ધ્યાન
એવું માનવામાં આવે છે કે Grok AI ના ફ્રી ઉપયોગ માટે કેટલાક લિમિટેશન હશે. મફતમાં તેનો લાભ લેનારા લોકોને કેટલીક મર્યાદાઓનો સામનો કરવો પડી શકે છે. જેઓ મફતમાં Grok AI ચલાવે છે તેઓ દર બે કલાકે માત્ર 10 પ્રશ્નો પૂછી શકશે. આ સિવાય ચેટબોટની ગાઈડલાઈન હેઠળ દરરોજ માત્ર ચાર ઈમેજ જનરેટ કરવાની સુવિધા ઉપલબ્ધ થઈ શકે છે.

Grok AI ની વિશેષતાઓ
જેમની પાસે ટ્વિટર એકાઉન્ટ નથી અને તેઓ Grok AI ચેટબોટનો ઉપયોગ કરવા માંગતા હોય, તો તેઓએ X અકાઉન્ટ બનાવવું પડશે. Grok AI ને ઓછામાં ઓછા સાત દિવસ જૂના X એકાઉન્ટની જરૂર છે, અને ફોન નંબર પણ આ એકાઉન્ટ સાથે લિંક હોવો આવશ્યક છે. Grok AI સાથે, તમે માત્ર ટ્રેન્ડિંગ વિષયોને જ નહીં પણ કોડિંગ અને લેખ લખવા જેવા કાર્યો પણ કરી શકો છો. ઇલોન મસ્કનો AI ચેટબોટ ટેક્સ્ટ લખીને ઇમેજ બનાવવાની સુવિધા પણ આપે છે.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button