ગાયક અને ભાજપ નેતા વિજય સુવાળા પર હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પ્રોગ્રામ મુદ્દે ગાયક વિજય સુવાળા પર હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. અમદાવાદના ઝુંડાલની પાસે આવેલા અગોરા મોલ જોડે ગાયક કલાકાર વિજય સુવાળા પર હુમલો કરવામાં આવ્યો છે.
અડાલજ પોલીસ સ્ટેશનમાં 7 લોકો સામે ફરિયાદ દાખલ
ત્યારે અચાનક જ હુમલો થતાં વિજય સુવાળાએ 100 નંબર ડાયલ કરીને પોલીસની મદદ માગી છે અને અમદાવાદના 3 સહિત 7 લોકો સામે ફરિયાદ પણ ગાયક કલાકારે દાખલ કરાવી છે. વિજય સુવાળાએ નવઘણ ગાટીયા, ફુલા રબારી, અનિલ રબારી સહિત 7 લોકો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. અડાલજ પોલીસ સ્ટેશનમાં આ 7 હુમલાખોરો વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
થોડા સમય પહેલા ગાયક વિજય સુવાળા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી
તમને જણાવી દઈએ 22 ઓગસ્ટ 2024એ અમદાવાદમાં ગાયક વિજય સુવાળા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જેમાં ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. જેમાં વિજય સુવાળાના ભાઈ યુવરાજ સુવાળા સામે પણ ફરિયાદ કરવામાં આવી હતી. 13 લોકો સામે નામજોગ સહિત 50 લોકોના ટોળા સામે ફરિયાદ નોંધાઈ હતી અને ફરિયાદીને જીવથી મારી નાખવાની ધમકી મુદ્દે ફરિયાદ નોંધાઈ હતી.
શું હતો સમગ્ર મામલો?
થોડા મહિના પહેલા જ ઓફિસ પર ટોળાએ આવીને ધમકી આપ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો અને ધોકા અને પાઈપો સહિત ટોળુ ઓફિસ પર ધસી આવ્યું હતુ. દિનેશ દેસાઈ નામના જમીન દલાલે ફરિયાદ નોંધાવી હતી. અગાઉ ગાંધીનગર મનપા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીમાં જોડાયેલા જાણીતા ગાયક કલાકાર વિજય સુવાળાએ આંતરિક વિખવાદના કારણે નારાજ થઈને AAP સાથે છેડો ફાડ્યો હતો અને ગાંધીનગર કમલમ્ ખાતે વિજય સુવાળાને સીઆર પાટીલે ખેસ પહેરાવીને ભાજપમાં સામેલ કર્યા હતા.
Source link