ખાનગી પ્રકાશનના ઉપયોગ કરવાના મામલે ભાવનગરની પોદાર ઈન્ટરનેશનલ સ્કૂલને શિક્ષણ વિભાગ દ્વારા નોટિસ ફટકારી ખુલાસો પૂછવામાં આવ્યો છે. શાળામાં ખાનગી પ્રકાશનના પુસ્તકનો ઉપયોગ એ શિક્ષણ વિભાગના નિયમની અનદેખી છે.
રૂપિયા 1.60 લાખનો દંડ કેમ ન વસુલવો ? તે અંગે ખુલાસો માગવામાં આવ્યો
આ અંગે ડિસ્ટ્રીક્ટ એજ્યુકેશન ઓફિસર હિતેન્દ્રસિંહ પઢેરીયાએ જણાવ્યું હતું કે, શિક્ષણ વિભાગના નિયમ અનુસાર કોઈ પણ સંસ્થામાં ખાનગી પ્રકાશનનો ઉપયોગ કરવો તે શિક્ષણ વિભાગના નિયમની અવગણના છે. પોદાર ઈન્ટરનેશનલ સ્કૂલમાં ખાનગી પ્રકાશનના પુસ્તકોના ઉપયોગ મામલે આજે મંગળવારે ભાવનગર જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલને નોટિસ ફટકારી ખુલાસો પૂછવામાં આવ્યો છે. ખાનગી પ્રકાશનના મામલે રૂપિયા 1,60,000નો શાળાને દંડ કેમ ન કરવો ? તે અંગેની કારણદર્શક નોટિસ પણ પાઠવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, શિક્ષણ વિભાગ દ્વારા આ પહેલા પણ શિયાળાના વેકેશનમાં 5 ખાનગી શાળાઓ ચાલુ હોવાના મામલે નોટિસ ફટકારવામાં આવી હતી.
Source link