GUJARAT

Lakhtar ના સહયોગ વિદ્યાલયમાં ત્રિ-દિવસીય બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનો આરંભ

લખતરની સહયોગ વિદ્યાલય ખાતે તા. 9મીથી તા. 11મી ડિસેમ્બર દરમિયાન યોજાનાર જિલ્લા કક્ષાના ત્રિ-દિવસીય બાળ વૈજ્ઞાનીક પ્રદર્શનને નાયબ મુખ્ય દંડક સહિતનાઓએ ખુલ્લુ મુકયુ હતુ. આ તકે તેઓએ જણાવ્યુ કે, વિજ્ઞાન પ્રદર્શન બાળકોમાં રહેલી સુષુપ્ત શકિતઓ, કળા, પ્રતિભા ઉજાગર કરવાનું શ્રેષ્ઠ માધ્યમ છે.

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, સુરેન્દ્રનગર, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, જિલ્લા પ્રાથમીક શિક્ષણ સમિતિ, બીઆરસી ભવન લખતરના સંયુકત ઉપક્રમે લખતરની મોડેલ સ્કુલ ખાતે તા. 9મીથી તા. 11મી ડિસેમ્બર બાળ વૈજ્ઞાનીક પ્રદર્શનનું આયોજન કરાયુ છે. આ પ્રદર્શનનું ઉદ્દઘાટન નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, ધારાસભ્ય પી.કે.પરમાર, જિલ્લા ભાજપ મહામંત્રી જયેશભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ વાસુદેવભાઈ પટેલ, લખતર સરપંચ રંજનબેન વરમોરા, સહિતનાઓના હસ્તે રીબીન કાપી કરાયુ હતુ. ટકાઉ અને ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજીની થીમ પર આયોજિત આ પ્રદર્શનમાં વિવિધ શાળાઓના 200થી વધુ બાળકોએ 97થી વધુ કૃતીઓ રજૂ કરી છે. ઉદ્દઘાટન પ્રસંગે નાયબ મુખ્ય દંડકે જણાવ્યુ કે, વિજ્ઞાન પ્રદર્શન બાળકોમાં રહેલી સુષુપ્ત શકિતઓ, કળા, પ્રતિભા ઉજાગર કરવાનું શ્રેષ્ઠ માધ્યમ છે. બાદમાં સમગ્ર પ્રદર્શન મહાનુભવોએ નિહાળ્યુ હતુ. આ પ્રદર્શન દરમીયાન તા. 9મીએ રાત્રે જાદુગર ડોલર ચુડાસમાના શો અને તા. 10મીએ રાત્રે સાંસ્કૃતીક કાર્યક્રમોનું આયોજન કરાયુ હતુ. જયારે પ્રાથમીક, માધ્યમીક અને ઉચ્ચતર માધ્યમીક શાળાના હજારો બાળકોએ આ પ્રદર્શન નીહાળ્યુ હતુ. સમગ્ર આયોજનને સફળ બનાવવા ડાયેટના પ્રાચાર્ય ડો. સી.ટી.ટુંડીયા, સુ.નગર જિલ્લા શિક્ષણાધિકારી એ.એમ.ઓઝા, જિલ્લા પ્રાથમીક શિક્ષણાધિકારી ભદ્રસીંહ વાઘેલા, મોડેલ સ્કૂલના આચાર્ય કે.આર.પટેલ, બીઆરસી લખતર એન.આર. જોષી સહિતનાઓએ તૈયારીઓ કરી હતી.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button