સલમાન ખાન આ દિવસોમાં પોતાની ફિલ્મ સિકંદરને કારણે ઘણો ચર્ચામાં છે. આ ફિલ્મમાં તે દમદાર એક્શન કરતો જોવા મળશે. આ દરમિયાન સાઉથની એક ફિલ્મમાં પણ તેના દેખાવની ઘણી ચર્ચા છે. ત્યારે આવો જાણીએ કે તે કઈ દક્ષિણ ભારતીય ફિલ્મમાં જોવા મળી શકે છે.
સાઉથ સ્ટાર્સ સાથે જોવા મળી શકે
ગ્લોબલ સ્ટાર તરીકે ફેમસ થયેલા એક્ટર રામ ચરણ આ દિવસોમાં પોતાની આગામી ફિલ્મ ‘RC 16’માં વ્યસ્ત છે. આ ફિલ્મનું નિર્દેશન ‘ઉપેના’ ફેમ બૂચી બાબુ સના કરી રહ્યા છે. આ ફિલ્મમાં ઘણા સ્ટાર્સ જોવા મળી શકે છે. અભિનેત્રી જાહ્નવી કપૂર પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. લેટેસ્ટ મીડિયા રિપોર્ટ્સ અનુસાપર આ ફિલ્મમાં બોલિવૂડના અન્ય મોટા સ્ટારનો કેમિયો હોવાની શક્યતા છે. એક રિપોર્ટ અનુસાર આ ફિલ્મમાં બોલિવૂડના ભાઈજાન એટલે કે સલમાન ખાન ખાસ રોલમાં જોવા મળી શકે છે. મેકર્સ હાલમાં આ ફિલ્મમાં તેના સ્પેશિયલ અપિયરન્સને લઈને વાતચીત કરી રહ્યા છે.
ચિરંજીવી સાથે કર્યુ છે કામ
જો કે આવું પહેલીવાર નહી હોય કે સલમાન ખાન સાઉથની કોઈ ફિલ્મમાં જોવા મળે. અગાઉ સલમાન ખાને રામ ચરણના પિતા ચિરંજીવીની ફિલ્મ ગોડફાધરમાં ખાસ ભૂમિકા ભજવી હતી. તે કોઈ પણ જાતની ફી લીધા વગર આ ફિલ્મનો હિસ્સો બન્યો હતો. જ્યારે ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાનમાં, રામ ચરણે ‘યંતમ્મા’માં સલમાન ખાન સાથે કેમિયો કર્યો હતો. આ ગીતમાં અભિનેતા વેંકટેશ પણ જોવા મળ્યો હતો.
ફિલ્મમાં ‘મુન્ના ભૈયા’ પણ છે
ફિલ્મ આરસી 16 વિશે વાત કરીએ તો તે એક સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ હશે જેમાં રામ ચરણ ‘રંગસ્થલમ’ જેવા મજબૂત લુકમાં જોવા મળશે. આ ફિલ્મમાં મિર્ઝાપુર વેબ સિરીઝ માટે જાણીતા બોલિવૂડ એક્ટર દિવ્યેન્દુ શર્મા પણ જોવા મળશે.
ટૂંક સમયમાં ‘સિકંદર’ જોવા મળશે
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો આ દિવસોમાં સલમાન ખાન તેની આગામી ફિલ્મ સિકંદરમાં વ્યસ્ત છે. આ ફિલ્મનું નિર્દેશન એઆર મુરુગદાસ કરી રહ્યા છે. આ ફિલ્મમાં રશ્મિકા મંદન્ના પણ છે. આ ફિલ્મ આવતા વર્ષે ઈદના અવસર પર રિલીઝ થશે.
Source link