રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના વીરપુર ગામની આહાબાની સીમમાં છેલ્લા બે-ત્રણેક મહિના થયા બાદ ત્રણ ચાર દીપડાઓએ પડાવ નાખતા ખેડૂતોમાં ભયનો માહોલ ફેલાયો છે,હાલ રવી પાકની મૌસમ ચાલુ હોય ત્યારે જ દીપડાનો ભયનો માહોલ સર્જાતા ખેડૂતોએ દીપડાને તાત્કાલીક પકડવાની માંગ કરી છે.
ખેડૂતો ખેતરમાં જતા ડરી રહ્યાં છે
સૌરાષ્ટ્રમાં ખેડૂતો રવીપાકની સિઝનમાં ઘઉં, ચણા, ધાણા સહિતના પાકોના વાવેતર કરી રહ્યા છે અને વાવતેર થઈ ગયેલ પાકોમાં પિયત, જંતુનાશક દવાઓના છટકાવની કામગીરી ચાલુ છે.આવી કામગીરીમાં મોટા ભાગે સુર્યાસ્ત એટલે કે સાંજ પણ પડી જતી હોય છે ત્યારે છેલ્લા બે-ત્રણ મહિનાથી અહીં વીરપુર ગામની આહાબા સિમ વિસ્તારમાં ત્રણ ચાર દીપડાઓએ પડાવ નાંખ્યો હોય અને આ સિમ વિસ્તારમાં રહેતા પંદરેક જેટલા સ્વાનોનો શિકાર કર્યો હોવાથી ખેડૂતો અને ખેત મજૂરોમાં દહેશત ફેલાઈ ગઈ છે. પરંતુ દીપડાના ભયને કારણે મજૂરો ખેતરમાં મજૂરી કામ માટે આવી રહ્યા નથી.
વન વિભાગમાંથી નથી આવતું કોઈ
ઘણા ખરા ખેડૂતો ખેતી માટે બળદો તેમજ અન્ય પશુઓ ખેતરોમાં રાખતા હોય છે. અહીં સીમ વિસ્તારમાં દીપડાઓએ ઘણા શ્વાનોનો શિકાર કર્યો હોય હવે આ પશુઓ પર હુમલો કરશે તેવી દહેશતને લઈ હિંસક દિપડાઓ ખેડૂતોને અને પશુઓને પણ જાનહાની પહોંચાડે તે પહેલાં દીપડાઓને પકડવા ખેડૂતો માંગ કરી રહ્યા છે.વન વિભાગ દ્વારા દીપડાને પકડવા એક પાંજરું મૂક્યું છે જેમાં બે ત્રણ વાર મારણ મૂક્યું પરંતુ દીપડો પાંજરે ન પુરાયો એટલે હવે પાંજરું પડ્યું છે પરંતુ વન વિભાગમાંથી કોઈ આવતું નથી.
દીપડાઓએ શ્વાનનો કર્યો શિકાર
આ સિમ વિસ્તારમાં દીપડાઓ મોટા ભાગના સ્વાનનો શિકાર કરી નાખ્યો છે. એટલે હવે સ્વાનનો સફાયો થઈ ગયો તેવા સમયે ખેડૂતોને પાલતુ પશુઓનો શિકાર થયાનો ભય છે. ઉપરાંત ખેત મજૂરો બાળકો સાથે વાડી વિસ્તારમાં જ રહે છે ત્યારે દીપડો ભૂખના માર્યો કોઈ બાળક પર શિકાર કરવા હુમલો કરશે અને તે માનવભક્ષી બની જાય તે પહેલાં તેને પાંજરો પુરવા અને આ માટે વન વિભાગ બે થી ત્રણ પાંજરા મૂકે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.
છેલ્લા બે ત્રણ મહિનાથી સિમ વિસ્તારમાં દીપડાએ ધામાં નાખ્યા છે
સિમ વિસ્તારના મોટા ભાગના સ્વાનોના શિકાર બાદ હવે પશુ કે ખેત મજૂરને શિકાર સમજીને હુમલો કરે તો કોઈ ખેત મજૂરો મજૂરીએ આવશે જ નહીં. અને હાલ રવિ પાકની મૌસમમાં વાવેતર પણ ચાલુ હોય તેમજ પિયત અને કપાસનો ઉતારો પણ ચાલુ હોવાથી ખેત મજૂરોમાં દીપડાનો વધુ ભય જોવા મળી રહ્યો છે. આવા સમયે ખેડૂતો શાંતિથી ભય મુક્ત બનીને ખેતી કરી સકે તે માટે વન વિભાગ દ્વારા હજુ વધુ પાંજરા મૂકી દીપડાને પડી લ્યે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.
Source link