પ્રસિદ્ધ સંગીતકાર પુરુષોત્તમ ઉપાધ્યાયનું નિધન થયુ છે. તેઓ જાણીતા કવિ અને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત હતા. ત્રણ વર્ષની ઉંમરથી ગાવાની શરૂઆત કરનાર પુરુષોત્તમ ઉપાધ્યાયનો જન્મ 15 ઓગસ્ટ 1934માં ગુજરાતના ખેડા જિલ્લાના ઉત્તરસંડામાં થયો હતો. ‘નરસિંહ ભગત’ ફિલ્મનું ઉપર લખાયેલું ગીત અમદાવાદમાં નાટક મંડળીમાં ગાયું અને 17 વખત વન્સ મોર થયું.
સંગીત માટે છોડ્યું ઘર
1944માં ઘેરથી ભાગીને ફિલ્મોમાં કામ કરવા મુંબઈ ગયા, પણ તરત પાછા ગયા. 1947માં કાયમ માટે મુંબઈ જીવણલાલ કવિના ઘેર ઘર ઘાટીઓ સાથે સૂઈ રહેતા. પહેલી વાર મુંબઈમાં દિલીપ ધોલકીયા સાથે રાસ ગીત ગાયું, તેમને જીવનમાં ઘણો સંઘર્ષ કર્યો છે. મહેનતાણાની રકમ લેવા ગીરગામથી અંધેરી, ફાટેલા ચંપલે ચાલતા ગયેલા છે.
2000થી વધુ ગીતો કર્યા કમ્પોઝ
અવિનાશ વ્યાસે તેમનો અવાજ પારખી એક ગુજરાતી ફિલ્મમાં ગીત ગવડાવ્યું અને પોતાને ઘેર જ રાખ્યા. 1950 પછી અવિનાશ વ્યાસ સાથે ‘ભારતીય વિદ્યા ભવન’ માં ઘણી નૃત્ય નાટિકાઓમાં ગીતો ગાયા. આશા ભોંસલે તેમની હારમાં બેસી સાથે ગાતા; નવરંગ નાગપુરકર સંગીત ગુરૂ હતા. 19 વર્ષની વયે પોતાની પહેલી સ્વર રચના ‘ઓલ્યા માંડવાની જૂઈ ‘ રેડીયો પર લાઈવ પ્રોગ્રામ કરતા. ગુરૂ અવિનાશ વ્યાસના પુત્ર ગૌરાન્ગ વ્યાસ તેમના શિષ્ય સાથે 2000થી વધુ ગીતો કમ્પોઝ કર્યા છે.
દિગ્ગજ સંગીર પાસે ગવડાવ્યાં ગુજરાતી ગીતો
પુરષોત્તમ ઉપાધ્યાય ગુજરાતી સુગમ સંગીત ક્ષેત્રે એક દંતકથા જેવું નામ છે. આ સૌથી વરિષ્ઠ કલાકારે વીસ ફિલ્મો તથા લગભગ 30થી વધુ નાટકોમાં તેમને સંગીત આપ્યું છે. પુરષોત્તમ ઉપાધ્યાયએ કરેલાં ગુજરાતી ગીતોનાં સ્વરાંકન ભારતના સીમાડા વટાવી વિશ્વના ખૂણે-ખૂણે વસેલા ગુજરાતીઓના હૃદયમાં રણઝણે છે. બેગમ અખ્તર, લતા મંગેશકર, મોહમ્મદ રફી, મુકેશ, આશા ભોસલે, મહેન્દ્ર કપૂર જેવાં આલા દરજ્જાનાં સિંગર પાસે તેમને પોતે સ્વરાંકન કરેલાં ગુજરાતી ગીતો ગવડાવ્યાં છે.
પુરુષોત્તમ ઉપાધ્યાયને આપવામાં આવ્યો પદ્મશ્રી
ગીતના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ પ્રદાન કરવા બદલ પુરુષોત્તમ ઉપાધ્યાયને પદ્મશ્રી આપવામાં આવ્યો હતો. થોડા સમય પહેલાં સંગીત નાટ્ય અકાદમીએ તેમને રાષ્ટ્રીય કક્ષાનો અવોર્ડ જે રાષ્ટ્રપતિના હસ્તે આપવામાં આવે છે, એની જાહેરાત કરી હતી. સ્વાસ્થ્યના કારણોસર તેઓ દિલ્હી જઈ શકે એમ ન હતા એટલે અકાદમીનાં પ્રમુખ ડો. સંધ્યા પુરેચા તથા હરીશ ભીમાણીના હસ્તે તેમના ઘરે તેમને અવોર્ડ અર્પણ થયો હતો.
છેલ્લા 40 વર્ષથી મુંબઈમાં રહેતા ગૌરવવંતા ગુજરાતી ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, “આ પુરસ્કાર મારા 40 વર્ષની દ્રઢતા અને શાસ્ત્રીય સંગીતના ક્ષેત્રમાં મેં જે કર્યું છે તેનું પરિણામ છે. ગુજરાતી શાસ્ત્રીય સંગીત મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યું હતું તે યુગમાં મેં વિવિધ ગુજરાતી કલાકારોને પણ તક આપી.
Source link