પ્રસિદ્ધ સંગીતકાર પુરુષોત્તમ ઉપાધ્યાયનું નિધન થયુ છે. તેઓ જાણીતા કવિ અને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત હતા. ગુજરાતી સુગમ સંગીતના અગ્રણી ગાયક તથા સંગીતદિગ્દર્શક હતા.. તેમને નાનપણથી સંગીત સાંભળવાનો તો શોખ તો હતો જ પરંતુ ધીમે ધીમે તેમાં ગાવાનો શોખ પણ ઉમેરાતો ગયો.
ગુજરાતી સુગમ સંગીતના અગ્રણી ગાયક તથા સંગીત દિગ્દર્શક વિશે જાણો.
નાનપણથી સંગીત સાંભળવાનો તો શોખ હતો જ તેમાં ગાવાના શોખનો ઉમેરો થયો. શાલેય શિક્ષણ દરમિયાન ઘણાં પારિતોષિકો મેળવ્યાં હતાં. ભણવા કરતાં સંગીતમાં એટલો બધો રસ જાગ્યો કે પરિવારમાં કોઈને કહ્યા વગર સંગીતમાં કારકિર્દી ઘડવા માટે વતન છોડીને મુંબઈ જતા રહ્યા. પરંતુ ત્યાં અપેક્ષા મુજબનું પ્રોત્સાહન ન મળતાં ફરી વતન આવ્યા. તેમને નાટક-કંપનીઓમાં નાનીમોટી ભૂમિકાઓ ભજવવાની શરૂઆત કરી. જોગાનુજોગ ગુજરાતી રંગમંચના જાણીતા અભિનેતા અશરફખાનની હાજરીમાં નૂરજહાંએ ગાયેલું એક ગીત ગાવાની તક મળી અને આ મુલાકાતથી પુરુષોત્તમ ઉપાધ્યાયના જીવનમાં નવો વળાંક આવ્યો.
થોડા સમય બાદ તેઓ ફરીથી મુંબઈ ગયા. ત્યાં નાનુંમોટું કામ મળવા લાગ્યું. નસીબની બલિહારી કે તે જમાનાના વિખ્યાત કલાકારો અમીરબાઈ કર્ણાટકી, તબલાનવાજ ઉસ્તાદ અલ્લારખાંસાહેબ, વિખ્યાત ગુજરાતી ગાયક અને સ્વરકાર દિલીપ ધોળકિયા, અવિનાશ વ્યાસ જેવાના અંગત પરિચયમાં તેઓ આવ્યા. માસ્ટર અશરફખાનની ભલામણથી આકાશવાણી, મુંબઈ કેન્દ્ર પર ગાવાનો કરાર કર્યો. આ સિવાય મુંબઈની જાણીતી શિક્ષણ-સંસ્થા ભારતીય વિદ્યાભવન ખાતે અવિનાશ વ્યાસની રાહબરી હેઠળ સંગીત-કાર્યક્રમોનું સંચાલન કરવાની તક મળી. સાથોસાથ પોતાની સંગીતકલાને વધુ ધારદાર અને શાસ્ત્રશુદ્ધ બનાવવાના હેતુથી ઉસ્તાદ નવરંગ નાગપુરકર પાસેથી શાસ્ત્રીય સંગીતના પાઠ લેવાની શરૂઆત કરી.
અવિનાશ વ્યાસ જ્યારે જ્યારે પરદેશ જતા ત્યારે ત્યારે તેમના ભારતીય વિદ્યાભવનના સંગીતના વર્ગોનું સંચાલન કરવાની તક પુરુષોત્તમભાઈને મળવા લાગી. સમયાંતરે તેમના ગુજરાતી સુગમ સંગીતના સ્વતંત્ર એકલ કાર્યક્રમો ઠેર ઠેર દેશવિદેશમાં આયોજિત થવા લાગ્યા. તેઓ ગુજરાતી સુગમ સંગીત ઉપરાંત ગઝલ-ગાયનમાં પણ ખ્યાતિ ધરાવે છે.
ગુજરાતના સુગમ સંગીતના અગ્રણી
- પુરુષોત્તમ ઉપાધ્યાય છેલ્લા 60 વર્ષથી ગુજરાતી સંગીતની ઉપાસના અને સેવા કરી રહ્યા હતા. તેઓએ મુંબઇમાં પહેલીવાર દિલીપ ધોળકિયા સાથે રાસ ગીત ગાયુ હતું, લગભગ 10 હજાર ગીતો છે જે તેમણે લખેલા છે.
- તેમને સુગમ સંગીત ક્ષેત્રે એમને વિશ્વા ગુર્જરી એવોર્ડ મળેલો છે.
- પુરુષોત્તમ ઉપાધ્યાયનો જન્મ દિવસ 15મી ઓગસ્ટ,1934 ,ઉત્તરસંડા, નડીયાદ ખાતે થયો હતો. તેમના પિતા ડોક્ટર હતા.
- ઉર્દુ ગાયકીમાં પુરુષોત્તમ ઉપાધ્યાયને ૨૦૦૫માં એશિયન એવોર્ડ મળ્યો હતો.
- મહારાષ્ટ્ર કરકારે પણ 2010 સુરેશ દલાલ અને પુરુષોત્તમ ઉપાધ્યાયને જીવન ગૌરવ પુરસ્કાર આપ્યો હતો.
- તારો છેડલો માથે તુ રાખને જરા…., રંગલો જામ્યો કાલિન્દીને ઘાટ….,જેવી રચનાઓ ખૂબ પ્રચલિત હતી.
- તેમને 2017માં ‘પદ્મશ્રી’ ઍવૉર્ડથી સન્માનવામાં આવ્યા છે.
Source link