GUJARAT

Suratના ડુમ્મસ ‘સી’ ફેસ પર વોરશિપ INSનો પ્રોટોટાઇપ આકર્ષણનું કેન્દ્ર બનશે

INS સુરત પ્રોટોટાઇપ માટે સુરતના ડુમ્મસ બીચ ઉપર પસંદગી ઉતારવામાં આવી છે.સુરત મહાનગર પાલિકા અને નૌકાદળના અધિકારીઓ વચ્ચે ચર્ચા થયા બાદ ડુમ્મસ બીચ આ પ્રોટોટાઇપ માટે યોગ્ય સ્થાન છે.અહીંથી સમુદ્ર દેખાય છે, જે મરીન થીમ માટે યોગ્ય છે.

પ્રોટોટાઇપ આકર્ષણનું કેન્દ્ર બનશે

સુરત ના ડુમસ ‘સી’ ફેસ પર વોરશિપ INSનો પ્રોટોટાઇપ આકર્ષણનું કેન્દ્ર બનશે,સુરત શહેરના લોકપ્રિય ડુમસ બીચનું નવીનીકરણ મરીન અને ગ્રીન થીમ પર થવા જઈ રહ્યું છે.આ વિસ્તારને એક નવી ઓળખ આપવા માટે કામકાજ શરૂ થઈ ગયું છે.આ ફેરફારમાં સૌથી ખાસ આકર્ષણ INS સુરતના પ્રોટોટાઇપનું હશે, જે સુરત ના ડુમ્મસ બીચ પર રાખવામાં આવશે. સુરતના લોકો માટે આ પ્રોટોટાઇપ એક અનોખો અનુભવ સાબિત થશે.

સુરત શહેરને લાગ્યા ચાર ચાંદ

સુરત શહેર માટે ગૌરવની વાત છે કે ઇન્ડિયન નેવી દ્વારા એક વોર્શિપ નું નામનંકરણ ins સુરતથી કરવામાં આવ્યું હતું અને જે તે વખતે એ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યાં હતા અને તમામ લોકોની ઉપસ્થિતિમા એનું નામકરણ INS સુરત કરવામાં આવ્યું હતું અને ત્યાર પછી ઇન્ડિયન નેવી દ્વારા સુરત મહાનગર પાલિકા ને અપ્રોચ કરવામાં આવ્યો હતો, એમની એક પ્રતિકૃતિ લોકો નિહારી શકે એમને પ્રસિધ્ધિ મળે એ માટે ઇન્ડિયન નેવી દ્વારા આઈએનએસની સુરતની પ્રતિકૃતિ સુરત મહાનગર પાલિકાને આપવા માટે ઈચ્છા દર્શાવવામાં આવી હતી.જેથી તેના માટે સુરત ખાતે જે સિ ફેસ નું કામ ચાલે છે ત્યાં તેને રાખવા માટેનું એક આયોજન તેમના તરફથી કરવામાં આવ્યું છે.

મઝગાઉં ડોક ખાતે લોન્ચ કરવામાં આવ્યું હતું

જે પ્રતિકૃતિ છે તેની સાઈઝ 30 બાય 9 બાય 3 ફૂટની છે જે બાદ સુરત મહાગર પાલિકા ની સંયુક્ત ટીમ વિઝિટસુરત ના ડુમસ ખાતે INS મૂકવા ના સ્થળે વિઝિટ કરી આવી છે. આવનારા દિવસોમાં મૂકવામાં આવનાર INS પણ સુરત માટેનું એક ગૌરવ પદ સાબિત થશે.INS પ્રોટોટાઇપ બીચની સુંદરતામાં વધારો કરશે, INS સુરત એક વોરશિપ છે, જેનો પ્રોટોટાઇપ ડુમસ ‘સી’ ફેઝ પર સ્થાપિત કરવામાં આવશે. પ્રોટોટાઇપ બીચની સુંદરતામાં વધારો કરશે.મરીન થિમના આ પ્રોજેક્ટનો મુખ્ય આકર્ષણ પણ આ જ હશે. નૌકાદળના યુદ્ધ જહાજને INS સુરત નામ આપવામાં આવ્યું છે. INS સુરત 17 મે, 2022ના રોજ મુંબઈના મઝગાઉં ડોક ખાતે લોન્ચ કરવામાં આવ્યું હતું. જેનો પ્રોટોટાઈપ હવે સુરત ‘સી’ ફેઝમાં મૂકવામાં આવશે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button