ENTERTAINMENT

Bigg Boss18 માટે બદલાશે ટાઈમ, સલમાન ખાનને જોવા વધુ જોવી પડશે રાહ

ફેન્સ ‘બિગ બોસ 18’ના દરેક એપિસોડની આતુરતાથી રાહ જોતા હોય છે. આ શો દરરોજ વધુ રસપ્રદ બની રહ્યો છે. શોમાં સ્પર્ધકોના ફ્લિપ્સ અને યુ ટર્ન દ્વારા દર્શકોનું પણ મનોરંજન થઈ રહ્યું છે. પરંતુ હવે બિગ બોસના ફેન્સ માટે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે.

આ શો જોવા માટે ફેન્સ થોડી ધીરજ રાખવી પડશે. દરેક એપિસોડની જેટલી આતુરતાથી રાહ જોતા હોય છે, હવે તે બધા ફેન્સ માટે ખરાબ સમાચાર છે.

‘બિગ બોસ 18’ નવા સમયે આવશે

બિગ બોસનો સમય બદલાવાનો છે. અહીં સમયનો અર્થ ટાઈમ ગોડ નથી, પરંતુ શોનો ટેલિકાસ્ટ સમય છે. એટલે કે હવે શોનો સમય બદલાવા જઈ રહ્યો છે. આ મહિને જ આ મોટો બદલાવ જોવા મળશે. નવા સમયની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. હવે તમારે બિગ બોસને માત્ર અઠવાડિયાના દિવસોમાં જ નહીં પણ વીકએન્ડમાં પણ જોવા માટે થોડી વધુ રાહ જોવી પડશે. હવે આ શોનું ટાઇમિંગ શું હશે? તેવું પણ સામે આવ્યું છે.

 

‘બિગ બોસ 18’ કયા સમયે આવશે?

મીડિયા રિપોર્ટ્સ મુજબ ‘બિગ બોસ 18’નો સમય 16 ડિસેમ્બરથી બદલાશે. હવે બિગ બોસ 18 અઠવાડિયાના દિવસોમાં એટલે કે સોમવારથી શુક્રવાર રાત્રે 10:30 વાગ્યે પ્રસારિત થશે. હાલમાં આ શો અઠવાડિયાના દિવસોમાં રાત્રે 10 વાગ્યે પ્રસારિત થાય છે. જો શુક્રવાર અને શનિવારના એપિસોડની વાત કરીએ તો હવે વીકેન્ડ કા વાર પણ તેના નિર્ધારિત સમય કરતાં અડધો કલાક મોડો શરુ થશે. એટલે કે સલમાન ખાનનો એપિસોડ 16 ડિસેમ્બરથી રાત્રે 9:30 વાગ્યે શરૂ થશે.

બિગ બોસ 18નો સમય કેમ બદલાયો?

બિગ બોસના ફેન્સની રાહ અડધો કલાક વધી ગઈ છે. તમને જણાવી દઈએ કે, આ ફેરફાર શો ‘મંગલ લક્ષ્મી’ અને ‘મેરા બલમ થાનેદાર’ના કારણે કરવામાં આવ્યો છે. આ શો હવે રાત્રે 9 અને 10 વાગ્યે ટેલિકાસ્ટ થશે. તો તમારે એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે ટાઈમિંગમાં ફેરફારને કારણે તમારો એપિસોડ ચૂકી ન જાય.




Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button