ઝાલાવાડમાં ચોમાસામાં ભારે વરસાદના કારણે પાકનો ખાત્મો થઈ ગયો હતો જેના નુકશાનીના સર્વે અને વળતર ચુકવવામાં આડેધડ કામગીરી કરાઈ હોઈ અનેક ખેડૂતો વંચિત રહ્યા છે ત્યારે હાલ ખેડૂતોને જીરાના પાક ઉપર આશા હતી.
પરંતુ હાલ વધારે પડતી ઠંડીના કારણે મોટાભાગના ખેડૂતોએ વાવેલા જીરાનો પાક નહી ઉગવાના કારણે ખેડૂતોને પડયા ઉપર પાટું જેવી સ્થિતી સર્જાઈ છે.પ્રાપ્ત વિગતો અનુસાર ઝાલાવાડના ખેડૂતો ઉપર આભ તૂટી પડયું હોય એવું ઉપર છાપરી ખેડૂતો સાથે થઈ રહ્યું છે.ચોમાસામાં ત્રણ વખત ભારે વરસાદના કારણે ખેડૂતોના પાકનો ખાત્મો બોલાઈ ગયો હતો.સરકારે વળતર ચુકવવાની જાહેરાત પણ કરી પરંતુ સુરેન્દ્રનગર ખેતીવાડી વિભાગ દ્વારા આડેધડ પાક નુકશાનીનો સર્વે કરાતા પુરતું અને દરેક ખેડૂતોને વળતર પણ મળ્યું નથી.આ સમયે ખેડૂતોને જીરાના પાક ઉપર નજર હતી કે જીરાનો પાક અને ભાવ સારો રહેશે તો થોડી રાહત મળશે.પરંતુ કુદરત પાસે કોઈનું ચાલતું નથી એમ ઠંડી પડવી જોઈએ એ સમયે ગરમી પડવાના કારણે જીરાનો પાક નાં ઉગ્યો વળી મોડેથી વાવેલા જીરાના પાકને હાલ વધારે પડતી ઠંડી અને ઠંડા પવનના કારણે જીરાનો મોટા ભાગના ખેડૂતોનો પાક ઉગ્યો જ નહી જેના કારણે ખેડૂતો ઉપર આભ તૂટી પડયું હોય એવી હાલત થઈ ગઈ છે.હવે કુદરતના ખોળે બેઠેલા ખેડૂતોને સરકારના સહારા વગર ચાલે એમ નહી હોવાથી હાલ તો કૃષિ શહાય મેળવવા માટે જીલ્લાના ફેર્મ ભરેલા તમામ ખેડૂતોને જાહેર કરેલી પૂરે પૂરી શહાય બેંક ખાતામાં જમા કરાવાય એવી માંગ ઉઠી છે.
કૃષિ સહાય તાત્કાલિક નહીં ચૂકવાતા ખેડૂતો લાલધૂમ
જીલ્લામાં પૂરો સર્વે નથી થયો જ્યાં સર્વે થયો છે એ ખેડૂતોને જ શહાય જમા થાય છે પણ એ પણ પુરતી નહી અને અસંખ્ય ખેડૂતોના ખેતરો સર્વે જ નથી થયા અને સર્વે થયા છે એવા પણ શહાય મેળવવામાં બાકી છે જેથી ખેડૂતોએ ખેતીવાડી વિભાગને આઠ દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે કે તાત્કાલિક શહાયથી વંચિત બધા જ ખેડૂતોને પુરતું વળતર જમા નહી થાય તો આંદલનની ચીમકી આપી છે.
ખેડૂતોની હાલત અતિ દયનીય
કુદરતનો માર ખેડૂતો જ શહન કરી શકે કારણ આખી ખેતીની સિઝન પૂરી થવા આવી ખેડૂત ખર્ચ કરતો જ જાય છે પરંતુ ફ્દિયુંય વધે એવું તો નથી લાગતું પણ ખેડૂત દેવામાં ડૂબતો જાય છે.આવા સમયે ખેતીવાડી વિભાગના અધિકારીઓ ખેડૂતો સાથે સર્વે કરવા કે વળતર ચુકવવાના નાટક કરતા હોવાથી ખેડૂતો રોષે ભરાય છે.
જીરુ વાવ્યા બાદ કાઢવાનો પણ ખર્ચ
ચોમાસામાં પાક બળી ગયા બાદ ખેડૂતોએ ખર્ચ કરી પાક કાઢયો હતો હાલ જીરાના પાકમાં પણ ઠંડી લાગી જતા પાક નહી ઉગવાના કારણે લાખો રૂપિયાનો કરેલો ખર્ચ જતો કરી ફરીથી બીજો પાક વાવેતર કરવા માટે ફરીથી ખર્ચ કરી જીરું હાંકી નાખવું પડશે.આમ આ સિઝનમાં ખેડૂતો હવે દેવું કરીને ખેતરમાં કઈક ઉગાડે એના માટે મથામણ કરી રહ્યા છે.
Source link