જૂનાગઢમાં ટ્રાવેલ્સ અને એમ્બ્યુલન્સ વચ્ચે અકસ્માત સર્જાયો હતો અને આ અકસ્માત મોડી રાત્રે સર્જાયો હતો જેના કારણે પોલીસ પણ દોડતી થઈ હતી,આ અકસ્માત લકઝરી બસના ડ્રાઈવરે એમ્બ્યુલન્સ સાથે કર્યો હતો,તો અકસ્માત બાદ લકઝરી બસના ડ્રાઈવરે મીડિયા સમક્ષ કહ્યું કે મે દારૂ પીને અકસ્માત કર્યો છે,આ ડ્રાઈવરના મોઢે અકસ્માત સર્જયા પછી જરાય દુખ લાગતું નથી.
કેશોદના મઘરવાડા પાસે અકસ્માતમાં 5 ઈજાગ્રસ્ત
જૂનાગઢના કેશોદના મઘરવાડા પાસે આ અકસ્માત સર્જાયો હતો જેમાં પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા હતા,લકઝરી બસના ડ્રાઈવરે કહ્યું કે દેશી દારૂ પીને આ અકસ્માત સર્જયો છે,ત્યારે એમ્બ્યુલન્સમાં સવાર મહિલા સહિત પાંચ લોકો ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર હેઠળ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.એમ્બ્યુલન્સ જામનગરથી વેરાવળ જતી હતી અને તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો,પોલીસે ટ્રાવેલસ ચાલકને ઝડપી તપાસ હાથધરી છે.
સર્વિસ રોડ ઉપરથી ટ્રાવેલ્સ રોડ ઉપર ચડતાં સર્જાયો અકસ્માત
આ અકસ્માતની વાત કરવામાં આવે તો સર્વિસ રોડ ઉપરથી બસ ફુલ સ્પીડમાં અચાનક રોડ પર આવી ગઈ અને અકસ્માત સર્જાયો હતો,ઘટનાની જાણ થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી કરી હતી,ત્યારે આવા બેફામ નશાખોર ડ્રાઈવરો કયારે સુધરશે તે નક્કી નથી,મોટા વાહને નાના વાહનને અડફેટે લેતા એમ્બ્યુલન્સમાં બેઠેલા લોકો માંડ માંડ બચ્યા હતા,પોલીસે તમામ લોકોના નિવેદન પણ નોંધ્યા છે અને લકઝરીના ડ્રાઈવરને રાઉન્ડઅપ કરી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો છે.આસપાસના સીસીટીવીની પણ તપાસ કરવામાં આવી છે.
9 ડિસેમ્બરના રોજ પણ સર્જાયો હતો ગંભીર અકસ્માત
જૂનાગઢના માળિયા હાટીના પાસે બે કાર વચ્ચે ભીષણ ટક્કર થતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં સાત લોકોના મોત થયા હતા. અકસ્માતના પગલે આગ લાગતા ફાયર વિભાગ અને સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચીને સ્થિતિને કાબૂમાં લેવાની કામગીરી હાથધરી હતી.બે કારની ટક્કરથી કારમાં આગ લાગી હતી જેના પગલે કારમાં રહેલો બોટલ બ્લાસ્ટ થયો હતો. આ ઉપરાંત આગના કારણે બાજુમાં રહેલું ઝુંપડું પણ સળગી ગયું હતું.
Source link