GUJARAT

Rajkotના ધોરાજીમાં રોડ અને ગટરના કામમાં ભ્રષ્ટાચાર, કોર્ટે કહ્યું કડક પગલા ભરો

રાજકોટમાં ધોરાજી વર્ષ ૨૦૧૭-૧૮ માં ધોરાજી શહેરમાં સરકાર દ્વારા ગુજરાત અર્બન ડેવલપમેન્ટ યોજના હેઠળ ભુગર્ભ ગટર અને રોડ રસ્તાનું કામ ચાલુ કરાયેલ.તે વખતે ધોરાજી નગરપાલિકા તથા પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ તથા નગરપાલિકાનાં સતાધિશો તથા કામગીરીનાં કોન્ટ્રાકટરો દ્વારા કામગીરી શરૂ કરાયેલ અને ટાટા કન્સ્લટન્સી દ્વારા ઓબઝર્વેશનની કામગીરી થયેલ અને આ તમામ અધિકારીઓ-સતાધિશોએ મીલીભગત કરી જનતાના રૂપિયાનો વ્યય કર્યો હોય તેવી વાત સામે આવી છે.

અધિકારી સામે ભરાશે પગલાં

ભ્રષ્ટાચાર કરી ખુબ જ નબળી ગુણવતાની કામગીરી કરી છે જેથી ધોરાજીના એડવોકેટ અને ફરિયાદી ચંદુભાઈ એસ. પટેલ દ્વારા આ તમામ કામગીરી કરનારા જવાબદારો સામે પોલીસમાં રાવ-ફરીયાદો કરેલ પરંતુ પોલીસ દ્વારા કોઈ કામગીરી ન થતાં ચંદુભાઈ પટેલએ ધોરાજી કોર્ટમાં પ્રતિભા ઈન્ડસ્ટ્રીઝ ઘુ ચેતનભાઈ પટેલ તથા નાયબ કાર્યપાલક ઈજનેર પાણી પુરવઠા બોર્ડનાં બલદાણીયા તથા ધોરાજી નગરપાલિકાનાં તત્કાલીન મુખ્ય અધિકારી આર. સી. દવે તથા તત્કાલીન પ્રમુખ બટુકભાઈ કંડોલીયા તથા સંજયભાઈ માવાણી તથા નગરપાલીકાનાં એન્જીનીયર મોણપરા તથા મધુરમ કંન્ટ્રકશન કંપનીનાં વિમ્પલભાઈ વઘાસીયા તથા મેટલ રોડ બનાવનાર કોન્ટ્રાકટર વિગેરે સામે ફરજમાં બેદરકારી દાખવી સરકારી નાણાંની ઉચાપત થાય અને જાહેર જનતાની સુખાકારી જોખમાય તેવું કૃત્ય કરવા બદલ ફરીયાદ દાખલ કરેલ.

ભ્રષ્ટાચારનું ભૂત ફરી ધુણ્યું

અત્રે એ યાદ કરવાનું રહે કે જે તે વખતનાં ભાજપનાં ધારાસભ્ય પ્રવિણભાઈ માકડીયા દ્વારા પણ આ કામગીરીનો વિરોધ થયેલ પરંતુ બાદમાં ગમે તે કારણોસર પ્રવિણભાઈએ વિરોધ કરવાનું બંધ કરી દીધેલ.આ ફરીયાદ ધોરાજી કોર્ટમાં દાખલ થતા ધોરાજી કોર્ટે ફરીયાદી એવા એડવોકેટ ચંદુભાઈ પટેલ(સીરોયા) નું નિવેદન નોંધેલ અને ચંદુભાઈ દ્વારા રજુ રખાયેલ દસ્તાવેજી પુરાવાઓ ધ્યાને લઈ રૂબરૂની રજુઆતો દલીલો ધ્યાને લઈ અને હાલમાં પણ રોડ રસ્તાઓ બીલકુલ ખરાબ થઈ ગયા છે તે હકીકત પણ ધ્યાને લઈ તમામ જવાબદારો વિરૂધ્ધ જાહેર જનતાની સુખાકારી ધ્યાને લેવાની ફરજમાં ગંભીર પ્રકારની બેદરકારી આરોપીઓએ દાખવેલ હોવાનું પ્રથમ દર્શનીય રીતે માની ભારતીય દંડ સંહિતાની કલમ-૧૬૬ તથા ૧૬૬(એ) મુજબ ગુન્હો આગળ ચલાવવા તાઃ ૧૦/૧૨/૨૦૨૪ નાં રોજ હુકમ કરેલ છે. આ હુકમ થતાં રોડ રસ્તાનાં ભ્રષ્ટાચારનું ભૂત ફરી ધુણ્યું હોવાનું અને ભ્રષ્ટાચારીઓ વિરૂધ્ધ કાયદાનો સકંજો મજબૂત થયાનું લોકોમાં ચર્ચાય રહેલ છે.

 


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button