“વન નેશન વન ઈલેક્શન” બિલને કેબિનેટની મંજૂરી મળી ગઈ છે. મોદી સરકાર આ સત્રમાં સંસદમાં આ બિલ રજૂ કરી શકે છે. રામનાથ કોવિંદ સમિતિએ એપ્રિલ-મેમાં યોજાનારી લોકસભાની ચૂંટણીની જાહેરાત પહેલા માર્ચમાં સરકારને પોતાની ભલામણો સુપરત કરી હતી.
‘વન નેશન વન ઈલેક્શન’ બિલને કેબિનેટની મંજૂરી મળી ગઈ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ સત્રમાં આ બિલ રજૂ કરવામાં આવી શકે છે. વન નેશન વન ઈલેક્શન બિલને કેબિનેટની મંજૂરી મળી ગઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ બિલ આ શિયાળુ સત્રમાં રજૂ કરવામાં આવી શકે છે. મોદી સરકાર આ બિલને લઈને સતત સક્રિય છે. સરકારે સપ્ટેમ્બર 2023માં આ મહત્વકાંક્ષી યોજના પર આગળ વધવા માટે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના નેતૃત્વમાં એક સમિતિની રચના કરી હતી.
રામનાથ કોવિંદ સમિતિએ એપ્રિલ-મેમાં યોજાનારી લોકસભાની ચૂંટણીની જાહેરાત પહેલા માર્ચમાં સરકારને પોતાની ભલામણો સુપરત કરી હતી. કેન્દ્ર સરકારે થોડા સમય પહેલા સમિતિની ભલામણોને સ્વીકારી હતી. સમિતિએ તેના અહેવાલમાં બે તબક્કામાં ચૂંટણી કરાવવાની ભલામણ કરી હતી.
Source link