GUJARAT

Ahmedabad: HC એ ઉધડો લેતા સરકારે બાળ સંરક્ષણ આયોગની રચના કરી

બાળકોના હક્ક અને અધિકારો તેમ જ બાળકોના કાયદાના અમલીકરણ અને આ અંગે સુપ્રીમકોર્ટના નિર્દેશોના ચુસ્તપણે પાલન માટે થયેલી જાહેરહિતની રિટ અરજીમાં હાઈકોર્ટના આકરા વલણને પગલે આખરે રાજય સરકારને આજે મહત્ત્વની જાહેરાત કરવી પડી હતી કે,

ગુજરાત રાજયમાં વિધિવત રીતે બાળ સંરક્ષણ આયોગની રચના કરી દેવામાં આવી છે. જેથી ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે આ સમગ્ર મામલે નક્કર ચાઇલ્ડ પ્રોટેકશન પોલિસી બનાવવા સરકારને સ્પષ્ટ તાકીદ કરી બાળકોના હિત માટે કામ કરતી સંસ્થાઓના સૂચન પણ લેવા સરકારને સૂચન કર્યું હતું. હાઇકોર્ટે કેસની વધુ સુનાવણી તા.17મી જાન્યુઆરીએ રાખી હતી.

જાહેરહિતની રિટ અરજીમાં એડવોકેટ ધવલ મનુભાઇ બારોટે જણાવ્યું હતું કે, ગુજરાત રાજયમાં બાળકો અંગેના કાયદાઓ અને સુપ્રીમકોર્ટના નિર્દેશોનું અસરકારક રીતે અને ચુસ્તપણે પાલન થતુ નથી. રાજયના બાળ અધિકાર સંરક્ષણ આયોગના ચેરમેન જાન્યુઆરી-2022માં નિવૃત્ત થયા છે અને એ પછી નિમણૂંકના અભાવે આયોગ અસ્તિત્વમાં નથી. અગાઉ હાઇકોર્ટે મેમ્બર્સની જગ્યા ભરવા પણ હુકમ કર્યો હતો. આ જ પ્રકારે રાજયના ડિસ્ટ્રીક્ટ ચાઇલ્ડ પ્રોટેકશન યુનિટ અને ચાઇલ્ડ કેર ઇન્સ્ટીટયુશનમા સંખ્યાબંધ જગ્યાઓ ખાલી છે. અનાથાલાયો અને બાળ સંરક્ષણ ગૃહોમાં બાળકોનું શોષણ ના થાય તે માટે સોશ્યલ ઓડિટ પણ થવુ જોઇએ. છેલ્લા ચાર વર્ષથી સ્ટેટ કમીશન ઓફ્ પ્રોટેક્શન ચાઈલ્ડ રાઈટ કામ કરતું નથી. જેથી સોશિયલ ઓડિટ પણ થતું નથી. હાઇકોર્ટે બાળકોના હિત-સુરક્ષાને ધ્યાનમાં લઇને યોગ્ય હુકમો કરવા જોઇએ.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button