GUJARAT

Banaskanthaના સરહદીય વિસ્તારોમાં કેનાલો બની ગઈ પરંતુ પાણી ના પહોંચ્યું !

ધરતી ખેડી ધાન પેદા કરતો જગતનો તાત એ પોતાના ખેતરમા અથાગ પરિશ્રમ કરી ધાન પેદા કરે છે.અને આ ધાન લોકો સુધી પહોંચાડે છે એ તો સૌ કોઈ જાણે છે પરંતુ આ ધાન પેદા કરતો જગતનો તાત કેવી કેવી પરિસ્થિતિઓમાંથી પસાર થઇ આ ધાન પેદા કરે છે તેં જોયું છે ખરી.જી હા આ જગતના તાત ફક્ત પોતાના ખેતરમાં પરિશ્રમ નથી કરતો પરંતુ આ ધાન પેદા કરવા જગતના તાતને અનેક પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે.અનેક મુસીબતોનો સામનો કરે છે ત્યારે સંદેશ ન્યુઝ દ્વારા જિલ્લાના સરહદીય વિસ્તાર કે જે વિસ્તારને કેનાલોનો વિસ્તાર કહેવાય છે કહેવાય છે કે કેનાલો આવ્યા બાદ આ વિસ્તારના ખેડૂતોનું ભવિષ્ય ઉજ્જવળ બની ગયું પરંતુ શું છે આ વિસ્તારના ખેડૂતોનું ભવિષ્ય અને શું છે આ વિસ્તારના ખેડૂતોની પરિસ્થિતિ તે જાણવા સંદેશ ન્યુઝ પહોંચ્યું બનાસકાંઠાના સરહદીય વાવના ગામડાઓમા.
પાણી માટે પડાપડી
બનાસકાંઠા જિલ્લો એ ખેતી અને પશુપાલનને વરેલો જિલ્લો છે આ જિલ્લાના મોટાભાગના લોકો ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. જોકે વર્ષો પહેલા જિલ્લાનો પશ્ચિમ વિસ્તાર એટલે કે સરહદીય વિસ્તાર સુકો ખક હતો. જેન મુખ્ય કારણ હતું કે આ વિસ્તારમાં પાણીનો કોઈ સ્ત્રોત ન હતો. અને ખેડૂતોને સિંચાઈ માટે પાણી નહતું મળી રહ્યું અને તેને જ કારણે ખેડૂતો આ વિસ્તારમાં ખેતી ન હતા કરી શકતા.પરંતુ તે બાદ કેનાલો આવી અને કેનાલોને કારણે આ વિસ્તારના ખેડૂતો સધ્ધર બન્યા આ વાત તો તમે સૌએ સાંભળી હશે પરંતુ આજે પણ આ વિસ્તારના અનેક એવા ગામો છે કે જે ગામોના લોકો આજે પણ પાણીના ટીપે ટીપા માટે મીટ માંડી રહ્યા છે.
સરકાર પણ નથી આપતું પાણી
સરકારે કરોડો રૂપિયાનો ખર્ચો કરીને ગામડાઓ સુધી કેનાલો તો પહોંચાડી છે પરંતુ કેનાલો બન્યા ને વર્ષો વીત્યા બાદ પણ તંત્રને પાપે કેનાલમાં એક ટીપુય પાણી નથી પહોંચ્યું અને તેને જ કારણે આ વિસ્તારના ખેડૂતોની પરિસ્થિતિ આજે પણ દિવસે ને દિવસે બરબાદી તરફ જઈ રહી છે. આ ખેડૂતો પાવડા લઇ કોઈ ખેતરમા નથી મથી રહ્યા. પરંતુ આ ખેડૂતો કેનાલની સફાઈ કરી રહ્યા છે ખેડૂતોને એક આશા છે કે કેનાલની સફાઈ થશે તો તેમના ખેતર સુધી કેનાલમાં પાણી પહોંચશે પરંતુ આજદિન સુધી પાણી નથી પહોંચ્યું અને ખેડૂતો હવે મંદિરની જગ્યાએ કેનાલ પર બેસી રામ ધૂન કરી રહ્યા છે.ખેડૂતોનું કહેવું છે કે રામધૂન કરીએ છીએ કે સરકારને ભગવાન કંઈક સદબુદ્ધિ આપે અને સરકાર અમારા ખેતર સુધી સિંચાઈનું પાણી પહોંચાડે તો અમે ખેતી કરી અમારું પેટીયું રળી શકીએ.
વરસાદે પણ સાથ ના આપ્યો ખેડૂતોને
જોકે કેનાલ પરની આ પરિસ્થિતિને જોઈ સંદેશ ન્યુઝ ખેડૂતોની પરિસ્થિતિનું રિયાલિટી ચેક કરવા કેનાલની બાજુમાં જ અડીને આવેલા ગામ વાછરડા ગામમાં પહોંચી અને વાછરડા ગામના એક ખેતરમાં અમને મળી ગયા એક મહિલા ખેડૂત આ મહિલાએ માત્ર પોતાની પરિસ્થિતિ સંદેશ ન્યુઝના માઈક પર જ ન વર્ણવી પરંતુ પરિસ્થિતિનો ચિતાર બતાવ્યો. તો અમે પોતે હચ મચી ગયા ચોમાસાની સીઝન ચાલી રહી હતી હવામાન વિભાગની આગાહી હતી કે બનાસકાંઠામાં સારો એવો વરસાદ થઈ શકે છે અને આ વરસાદ થવાની આશાએ આ ખેડૂતોએ પોતાના ખેતરમાં મોંઘા દાંટ બિયારણો લાવી જીરુ સહિતના પાકોનું વાવેતર કરી દીધું પરંતુ ચોમાસુ નિષ્ફળ ગયું ખેડૂતોની આશા મુજબ વરસાદ ન થયો પરંતુ તે બાદ પણ ખેડૂતોને સરકારની કેનાલ પર એક આશા હતી કે સરકાર હવે કેનાલથી અમને થોડું પાણી પહોંચાડશે તો અમે અમારો પાક લઈ શકીશું.
સરહદી વિસ્તારમાં હાલત ખરાબ
પરંતુ ચોમાસુ પૂરું થયું અને દિવસો વીત્યા શિયાળાની કડકડતી ઠંડી જામી છે પરંતુ તે બાદ પણ આજદિન સુધી આ કેનાલ સુધી પાણી નથી પહોંચ્યું અને તેને જ કારણે આ ખેડૂતોનો પાક નિષ્ફળ જઈ રહ્યો છે ખેડૂતોને ખેતી માંથી નફો મેળવવો તો દૂરની વાત છે પરંતુ તેમને મોટી કમાણી કરવાની આશા સાથે ધરતી માતામાં જે બીજ રોપ્યા હતા તે બીજ પણ નિષ્ફળ જઈ રહ્યા છે અને તેને જ કારણે આ ખેડૂતોની સ્થિતિ ખૂબ જ દયનીય બની રહી છે.
પશુઓની હાલત પણ દયનીય બની
જોકે આ ખેડૂતો આજે પણ સરકાર પાસે કોઈ રોજીરોટી નથી માંગી રહ્યા આ ખેડૂતો તો ધરતી ખેડી જ દાન પેદા કરવા માંગે છે પરંતુ ખેડૂતોની માંગ છે અમારે મહેનત કરવી છે મહેનતનું ખાવું છે સરકાર અમને પાણી આપે તો અમે અમારા ખેતરમાં મહેનત કરીને અમારો રોટલો મેળવી શકીએ.ત્યારે સંદેશ ન્યુઝ થકી બનાસકાંઠાના સરહદીય વિસ્તારના અનેક ગામો આવા છે કે જ્યાં ગામોની કેનાલો સુધી હજુ સુધી પાણી નથી પહોંચ્યું અને તેને કારણે ખેડૂતો આજે પણ પાણી માટે તડપી રહ્યા છે અને ખેડૂતો સંદેશ ન્યુઝ થકી સરકારને એક જ વિનંતી કરી રહ્યા છે કે સાહેબ અમારે તમારું રોટલો નથી જોઈતો અમને થોડું પાણી આપી દો તો અમે અમારો રોટલો મેળવી શકીએ.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button