તાજેતરમાં શંકરસિંહ વાઘેલાએ વર્ષ 2020માં સ્થાપેલી તેમની પ્રજાશક્તિ ડેમૉક્રૅટિક પાર્ટીમાં ફરીથી પ્રાણ ફૂંકવાની જાહેરાત કરી હતી.ત્યારે બનાસકાંઠાના પાલનપુર ખાતે પાર્ટીની બેઠક યોજાઇ હતી. જ્યાં પાર્ટીના પ્રમુખ શંકરસિંહ વાઘેલાએ ગુજરાતમાં દારૂબંધી હટાવવા અંગે નિવેદન આપ્યું હતું.
ગુજરાતમાં ફક્ત નામની જ દારૂબંધી.
પૂર્વ મુખ્યમંત્રી વાઘેલાએ બનાસકાંઠામાં પાર્ટીના કાર્યક્રમ દરમિયાન ગુજરાતમાં દારૂ સંબંધિત નિવેદન આપ્યું છે.શંકરસિંહ વાઘેલાનું કહેવું છે કે રાજ્યોમાં દારૂ ખુલ્લેઆમ મળી રહ્યો છે અને દારૂબંધી જેવુ કશું જ રહ્યું નથી. ત્યારે હવે ગાંધીના ગુજરાતમાં સારી ક્વોલિટીવાળો દારૂ મળે તેવી વ્યવસ્થા કરવી જોઈએ. ગુજરાતમાં સૌ કોઈ જાણે છે કે દારૂબંધી માત્ર સરકારના ચોપડે છે.ત્યારે આસપાસના રાજ્યોમાંથી દારૂની ધૂમ હેરાફેરી થાય છે અને ગુજરાતમાં દારૂ પીવાય છે.
લોકો ખરાબ દારૂ પીને મોતને ભેટી રહ્યા છે.
ખુલ્લેઆમ દારૂ મળવાની સાથે સાથે ખરાબ દારૂ પીવાથી લોકો મોતને ભેટી રહ્યા છે.ગુજરાતમાં લઠાકાંડ જેવી અનેક ઘટનાઓ અત્યાર સુધી બની ચૂકી છે. ત્યારે ગુજરાતમાં ક્વોલિટીવાળો દારૂ મળે તેવી વ્યવસ્થા કરવી જોઈએ તેવું પણ શંકરસિંહનું કહેવું છે.
દારૂની જગ્યાએ ડ્રગ્સ ના રવાડે ચડી રહ્યા છે.
ગુજરાતમાં અવારનવાર દારૂ પકડાવવાના કિસ્સાઓ બનતા રહ્યા છે ઉપરાંત દારૂના નશામાં વાહનો ચલાવતા થઈ રહેલા અકસ્માતોની સંખ્યા પણ વધી રહી છે. હવે એ તો દેખીતું છે કે દારૂ ગુજરાતમાં મળી જ રહ્યો છે. ત્યારે લોકો દારૂ જલ્દીથી છુપાવી ન શકતા તેની જગ્યાએ ડ્રગ્સના રવાડે ચડી રહ્યા છે.-શંકરસિંહ વાઘેલા
દારૂની આવકને શિક્ષણ અને આરોગ્ય પાછળ ખર્ચ કરવો જોઈએ.
શંકરસિંહ વાઘેલાએ ગુજરાતમાંથી દારૂબંધી હટાવવા માટે વાત કરી હતી.તેમજ ગુજરાતમાં વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવી ક્વોલિટીયુક્ત દારૂ મળે તેવી વ્યવસ્થા કરવી જોઈએ.દારૂમાંથી સરકારને જે આવક થાય તે વિદ્યાર્થીઓના શિક્ષણમાં લગાવવી જોઈએ.ગરીબ લોકોના આરોગ્ય પાછળ તેનો ખર્ચ કરવો જોઈએ.
Source link