ENTERTAINMENT

રણવીર સિંહ નહી અલ્લુ અર્જુનમાં દેખાઇ કાબેલિયત, શક્તિમાન અંગે બોલ્યા મુકેશ ખન્ના

શક્તિમાન. આ સિરીયલ તો કોણે નહી જોઇ હોય. ત્યારે આટલા બધી ચેનલ ન હતી ત્યારે મેટ્રો ચેનલ પર શક્તિમાન કાર્યક્રમ આવતો હતો. જો કે દિવસ જાય તેમ દરેક સિરીયલ નવા રંગરૂપમાં જોવા મળે છે. ત્યારે શક્તિમાનને પણ નવા રંગરૂપમાં લાવવાની તૈયારીઓ થઇ રહી છે. જો કે આ સિરીયલ નહી પણ ફિલ્મ હશે. ત્યારે આ ફિલ્મમાં શક્તિમાનના રોલમાં કયો અભિનેતા હશે તેને લઇને ચર્ચાઓ ચાલી રહી છે.

અભિનેતા મુકેશ ખન્નાએ શક્તિમાનનું આઇકોનિક સુપરહીરોનું કેરેક્ટર નિભાવ્યું હતું. શક્તિમાનના યશરાજ ફિલ્મની ટીમ દ્વારા શક્તિમાનના રાઇટ્સ ખરીદવાને લઇને કોન્ટેક્ટ કરવામાં આવ્યો હતો. પરંતુ મુકેશ ખન્નાએ સ્પષ્ટ ના પાડ઼ી દીધી હતી. કારણ કે એક્ટર ઇચ્છતા ન હતા કે રણવીરસિંહ આ કેરેક્ટ નિભાવે. જો કે આ કેરેક્ટર માટે મુકેશ ખન્નાએ એક નવા નામ પર મહોર લગાવી છે.

હું રાઇટ્સ નહી આપું-મુકેશ ખન્ના

મુકેશ ખન્નાએ જણાવ્યું કે માત્ર રણવીર સિંહ જ નહીં પરંતુ આદિત્ય ચોપરાની ટીમે પણ તેનો સંપર્ક કર્યો હતો જેથી તે શક્તિમાનના રાઈટ્સ ખરીદી શકે. આ ઘટનાને વર્ષો વીતી ગયા. પરંતુ તેણે તરત જ આ ઓફર ફગાવી દીધી હતી.  એક સમાચાર ચેનલ  સાથે વાત કરતી વખતે મુકેશે જણાવ્યું કે આદિત્ય ચોપરાના ગ્રુપે દસ વર્ષ પહેલા મારો સંપર્ક કર્યો હતો. તેણે મને પૂછ્યું કે શું હું તેને શક્તિમાનનો અધિકાર આપી શકું? તે સમયે, યોગાનુયોગ, રણવીર સિંહના ચાહકો દ્વારા શક્તિમાન તરીકે બનાવવામાં આવેલી એક તસવીર સોશિયલ મીડિયા પર સામે આવી અને પછી અચાનક મને રાઇટ્સ માટે ફોન આવ્યો, તેથી મેં કહ્યું કે હું રાઇટ્સ નહીં આપું.’

હું તો માત્ર સૂચન કરી રહ્યો છું- મુકેશ ખન્ના

મુકેશ ખન્ના અલ્લુ અર્જુન માટે પોતાની પસંદગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું હતું કે મને લાગે છે કે મારે અલ્લુ અર્જુનની વધુ ફિલ્મો જોવી જોઈએ. ઉપરાંત હું કહેવા માંગુ છું કે તેઓ પાસે શક્તિમાન બનવાની ક્ષમતા છે. હું એમ નથી કહી રહ્યો કે તેઓ આ કેરેક્ટર નિભાવે. હું તો માત્ર સૂચન કરી રહ્યો છું કે તેના પર આ કેરેક્ટર સારુ લાગશે. તેની પાસે આ કેરેક્ટર નિભાવવા માટે સક્ષમ વ્યક્તિત્વ છે.

રણવીર સિંહ સામે કેમ છે વાંધો ?

ઉલ્લેખનીય છે કે મુકેશ ખન્નાએ રણવીર સિંહ વિશે કહ્યું છે કે તેઓ તેને શક્તિમાન તરીકે જોતા નથી. તેમણે કહ્યું હતું કે એક્ટર દરેક પ્રકારની ભૂમિકા ભજવી શકે છે પરંતુ શક્તિમાન જેટલો પાવરફુલ કોઈ રોલ નથી. શક્તિમાનનું પાત્ર ભજવવા માટે માત્ર અભિનેતા હોવું પૂરતું નથી. તમારી પાસે સાચો ચહેરો હોવો જોઈએ. હું રણવીરસિંહના ચહેરા પર અટકી ગયો છું, હું તેની પ્રતિભા પર અટક્યો નથી. લોકો મને યાદ કરાવે છે કે તેણે ઘણું કામ કર્યું છે. તેણે ખિલજીનું પાત્ર ભજવ્યું છે. મારુ કહેવું છે કે રણવીરસિંહ એક સારા અભિનેતા છે પણ હું તેના ચહેરા અને તેના દેખાવથી સંતુષ્ટ નથી. જો કે આ બધી ચર્ચાઓ વચ્ચે સમાચાર એ આવ્યા કે શક્તિમાન બનાવવાનો નિર્ણય હાલ પૂરતો રદ કરવામાં આવ્યો છે.

 


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button