શંકાનું કોઈ સમાધાન નથી હોતું અને શંકા જ્યારે મનમાં ઘર કરી જાય ત્યારે બદલાની ભાવના જોવા મળતી હોય છે અને ઘર કંકાસ ઉપરાંત ક્યારેક આવા કિસ્સાઓમાં મોતને પણ અંજામ આપતા વિચાર સુદ્ધા નથી કરતા આવો જ એક કિસ્સો વડોદરા શહેરમાં જોવા મળ્યો હતો, જેમાં આજથી ત્રણ વર્ષ પહેલાં પ્રેમ લગ્ન કરનાર પતિ અને પત્ની પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરતી હોય જેને લઈ આડા સંબંધની શંકા રાખતો હતો.
આ કારણે પત્નીની હત્યા કરી નાખી
આ ઘટના વડોદરાના સમા વિસ્તારની ડિફેન્સ કોલોનીમાં રહેતી યુવતી સાથે બની હતી. પ્રેમ લગ્ન કરીને પોતાના પિતાના ઘરમાં પતિ સાથે રહેતી હતી અને ખાનગી કંપનીમાં નોકરી કરતી હતી સાથે નોકરી કરતા મિત્રો સાથે વાત કરતી હોય તેના કારણે પતિ શંકા કરતો હતો અને જેના કારણે પત્નીની હત્યા કરી નાખી હતી. પ્રથમ તો મૃતકના પરિવારને બેભાન હોય હોસ્પિટલ લઈ ગયા હતા અને તબીબે મૃત જાહેર કરતા કુદરતી મોત હોવાનું લાગ્યું હતું.
એક જ દિવસમાં હત્યારા પતિને ઝડપી પાડવામાં સફળતા મળી
જોકે બાદમાં પોસ્ટમોર્ટમ કરાવતા રિપોર્ટમાં ગળું દબાવવાથી મોત થયું હોવાનું બહાર આવતા મૃતકના પિતાએ પોલીસ ફરિયાદ કરી હતી, જેના કારણે પોલીસે તપાસ કરતા ફરાર થયેલા પતિ પર શંકા ગઈ અને તેને સમા પોલીસે માત્ર એક જ દિવસમાં હત્યારા પતિને ઝડપી પાડવામાં સફળતા મળી હતી. પોલીસે પતિની અંગજડતી કરતા તેની પાસેથી પત્નીના દાગીના પણ ગજવામાંથી મળી આવ્યા હતા. જેને લઈ શંકાના આધારે પત્નીની હત્યા કરી હોવાની વિગતો સામે આવી હતી. પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
કોર્ટે આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
આજથી ત્રણ વર્ષ પહેલાં પ્રેમમાં પડી જેને પ્રેમ કર્યો તેજ તેની હત્યા કરશે તેવું ક્યારેય પત્નીએ વિચાર્યું પણ નહીં હોય અને એ જ પતિના કારણે પત્નીએ દુનિયાને અલવિદા કરવી પડી હતી. પોલીસે આરોપી પતિને નામદાર કોર્ટ સમક્ષ હાજર કરતા નામદાર કોર્ટે સમગ્ર પ્રકરણની તપાસ માટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
Source link