માંડલ ટાઉન પોલીસ સ્ટેશનની હદ્દ વિસ્તાર અને વરમોર ગામથી 1.કિ.મી દુર એંછવાડા ગામ તરફ જવાના રોડ ઉપર સોમવારે બપોરે બાઈક અને કાર વચ્ચે કરુણ અકસ્માત સર્જાયો હતો અને આ અકસ્માતમાં દંપતીનું મોત થયું હતું.
માંડલ પોલીસ સ્ટેશનથી મળેલ પ્રાથમિક અનુસાર, દસાડા(પાટડી) તાલુકાના વણોદ ગામના ગોપાલભાઈ મહાદેવભાઈ ઠાકોર (આશરે ઉ.વ.36) તથા તેમના પત્નિ જાનકીબેન ગોપાલભાઈ ઠાકોર (આશરે ઉ.વ.35) જે બંને જખવાડા ગામે સવારે સામાજિક કામ અર્થે ગયેલ હતાં અને તેઓ કામ પતાવીને તેઓ વરમોર થઈ એંછવાડા રોડ ઉપરથી પોતાના ઘરે વણોદ તરફ જઈ રહ્યાં હતાં જે દરમિયાન વરમોરથી 1.કિ.મી દૂર એંછવાડા રોડ ઉપર સામેથી આવતી કારે તેમની બાઈકને ટક્કર મારતાં અકસ્માતમાં બાઈક ઉપરના સવાર દંપતિને શરીરના અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોચતાં ગોપાલભાઈ (બાઈકચાલક)નું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું જ્યારે તેમના પત્નિ જાનકીબેનનું સારવાર દરમિયાન લઈ જતાં મૃત્યુ નીપજ્યું હોવાની માહિતી મળેલ હતી. પોલીસે ઘટનાને અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Source link