થાન પોલીસની ટીમે પેટ્રોલીંગ દરમીયાન નવાગામ બાયપાસ રોડ પરથી એક શખ્સને છરી સાથે ઝડપી લીધો હતો. આ શખ્સ વિરૂધ્ધ થાન પોલીસ મથકે ર અને મહેસાણાના બાવલુ પોલીસ મથકે વિદેશી દારૂનો ગુનો નોંધાયો હોય અને તેમાં તે ફરાર હોવાનું સામે આવ્યુ છે.
થાન પીઆઈ વી.કે.ખાંટની સુચનાથી સ્ટાફના વીભાભાઈ, રાહુલગીરી, બાબુભાઈ સહિતની ટીમે થાનની પટેલ સોસાયટીમાં રહેતા હરદીપ વલકુભાઈ ખાચરને છરી સાથે ઝડપી લીધો હતો. જિલ્લામાં હથીયારબંધીનું જાહેરનામુ અમલમાં હોઈ તેની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરતા તે થાનમાં નોંધાયેલા ર અને મહેસાણાના બાવલુ પોલીસ મથકે નોંધાયેલ વિદેશી દારૂમાં ગુનામાં વોન્ટેડ હોવાનું સામે આવ્યુ હતુ. જેમાં મહેસાણાના કડી તાલુકાના થોળ ગામ પાસેથી એસએમસીની ટીમે તા. રર માર્ચના રોજ ઝડપેલ 21,49,260ના દારૂ સહિતના મુદ્દામાલના કેસમાં તે ફરાર હતો. આ ઉપરાંત તા. 16 જુલાઈના રોજ થાનના ફુલવાડી ગામે 1,08,47ની મત્તા અને અમરાપર ગામેથી ઝડપાયેલ દારૂ સહિત રૂપીયા 8,160ના મુદ્દામાલમાં ઝડપાયેલા શખ્સો દારૂ હરદીપ ખાચર પાસેથી લાવ્યા હોવાનું સામે આવ્યુ હતુ. આથી પોલીસે છરી સાથે ઝડપાયેલ શખ્સની અટક કરી વિદેશી દારૂના 3 ગુનામાં ફરાર આરોપીને ઝડપી લીધો છે. આ આરોપી પકડાયાની જાણ મહેસાણાના બાવલુ પોલીસ મથકે પણ કરાઈ છે.
Source link