વર્ષ 2015માં ભારત સરકારે દેશમાં 100 સ્માર્ટ સિટી ડેવલપ કરવા મિશન મોડ કાર્યક્રમ શરૂ કર્યો હતો. જેમાં ગુજરાતના પાંચ મહાનગરો અને એક નગરપાલિકા એમ કુલમળી છ શહેરોનો સમાવેશ કરાયો હતો. નવ વર્ષના અંતે એ છ પૈકી પાંચ શહેરોમાં સાવ રગાશિયા ગાડાની જેમ સ્માર્ટ સિટી મિશન ચાલી રહ્યુ છે.
રૂપિયા 448 કરોડ 25 લાખના 26 જેટલા પ્રોજેક્ટ હજી પણ પૂર્ણ થઈ શક્યા નથી !ભારત સરકારના શહેરી કાર્ય મંત્રાલયે ગુજરાતના છ શહેરોને માટે વર્ષ 2015થી એક પછી એક એમ કુલ રૂ.11,451 કરોડ 36 લાખના ભંડોળ સાથે 354 પ્રોજેક્ટને મંજૂરીઓ આપી હતી. જો કે, 15મી નવેમ્બર- 2024ની સ્થિતિએ મંજૂર પ્રોજેક્ટમાંથી રૂ. 10,824 કરોડ 58 લાખના ખર્ચે 339 પ્રોજેક્ટ પૂર્ણ થઈ શક્યા છે. જ્યારે રૂપિયા 448 કરોડ 25 લાખના 26 જેટલા પ્રોજેક્ટ મંથરગતિએ ચાલી રહ્યાનો ખુલાસો ભારત સરકારે સંસદમાં કર્યો છે. એટલુ જ નહિ, ચાલુ નાણાકીય વર્ષે આ પ્રોજેક્ટ હેઠળ ગુજરાતને એક રૂપિયાની ગ્રાન્ટ પણ ફાળવવામાં આવી નથી !
9 વર્ષને અંતે છ શહેરોમાં 166માંથી 140 પ્રોજેક્ટ પૂર્ણ
Source link