અભિષેક બચ્ચન તાજેતરમાં રિતેશ દેશમુખના શો ‘કેસ તો બંતા હૈ’માં જોવા મળ્યો હતો. જ્યારે રિતેશ અભિષેકને બીજા બાળક અંગે પ્રશ્ન પૂછ્યો ત્યારે તે શરમાતો જોવા મળ્યો હતો. આ સિવાય ઐશ્વર્યા રાય બચ્ચનની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.
આ વાયરલ થઈ રહેલી તસવીરોમાં ઐશ્વર્યા રાય બેબી બમ્પ સાથે જોઈ શકાય છે. આ તસવીરો ઐશ્વર્યા રાય બીજી વખત માતા બનવાના દાવા સાથે શેર કરવામાં આવી રહી છે. આ તસવીરો પર ફેન્સ શુભેચ્છા પાઠવી રહ્યા છે અને એક્ટ્રેસ પર પ્રેમ વરસાવી રહ્યા છે.
2022ની તસવીરો થઈ રહી છે વાયરલ
આ તસવીરની તપાસમાં વાયરલ દાવો ખોટો હોવાનું જાણવા મળ્યું છે. ખરેખર ઐશ્વર્યા રાયની બે વર્ષ જૂની તસવીરો એડિટ કરીને શેર કરવામાં આવી રહી છે. ઓરિજિનલ તસવીરો વર્ષ 2022ની છે, જ્યારે તે તેના પરિવાર સાથે એરપોર્ટ પર જોવા મળી હતી.
શું છે વાયરલ તસવીરનું સત્ય?
ફેસબુક યુઝર એક્શન ઈન્ડિયાએ વાયરલ તસવીરો શેર કરતા અંગ્રેજીમાં કેપ્શનમાં લખ્યું છે, ગુડ ન્યૂઝ, “ઐશ્વર્યા રાય બીજી વખત માતા બનવા જઈ રહી છે. એરપોર્ટ પર પુત્રી આરાધ્યા સાથે તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.
આ તસવીરનો ગૂગલ રિવર્સ ઈમેજ દ્વારા ફોટો સર્ચ કર્યો. બોલીવુડ લાઈફ વેબસાઈટના રિપોર્ટમાં અસલ તસવીરો મળી છે. આ અહેવાલ 31 ઓક્ટોબર 2022ના રોજ સામે આવી હતી. વાસ્તવિક તસવીરોમાં જોઈ શકાય છે કે ઐશ્વર્યા રાય બચ્ચન પાસે બેબી બમ્પ નથી પરંતુ ઐશ્વર્યા રાય બચ્ચન તેના પરિવાર સાથે એરપોર્ટ પર જોવા મળી હતી. આ રિપોર્ટમાં આરાધ્યા બચ્ચનને તેની હેરસ્ટાઈલ માટે ટ્રોલ કરવામાં આવી હોવાની વાત કરવામાં આવી છે. આ સિવાય આ તસવીરો જે વાયરલ થઈ રહી છે તે એડિટ છે. આ સમાચાર વાયરલ થઈ રહેલી તસવીરોને આધારે લખવામાં આવ્યા છે અને સંદેશ ન્યૂઝ તેની પુષ્ટિ કરતું નથી.
Source link