GUJARAT

Gondal Marketing Yardમાં ડુંગળીના ભાવમાં કડાકો, એક સપ્તાહમાં ભાવમાં 400 રૂપિયાનો ઘટાડો

સૌરાષ્ટ્રમાં આ વર્ષે ડુંગળીનું મોટા પ્રમાણમાં ઉત્પાદન થયું છે. ત્યારે આજે ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે મોટા પ્રમાણમાં ડુંગળીની આવક થઇ હતી. સાથે સાથે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં પણ ડુંગળીની વિક્રમ આવક નોંધાઈ હતી. ડુંગળીની આવક સતત વધતા માર્કેટિંગ યાર્ડમાં જગ્યા પણ ઓછી પડી હતી. જોકે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં રેકોર્ડ બ્રેક આવક વચ્ચે ડુંગળીના ભાવમાં ઘડાટો થયો છે.

રેકોર્ડ બ્રેક આવક વચ્ચે ડુંગળીના ભાવમાં કડાકો

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની રેકોર્ડબ્રેક આવક સાથે ભાવમાં કડાકો બોલાયો છે. યાર્ડમાં ડુંગળીના 3 લાખથી વધુ કટ્ટાની આવક થતા ગોંડલ યાર્ડ લાલ ડુંગળી ઉભરાયું હતું. યાર્ડ બહાર બન્ને બાજુ 2500 થી વધુ ડુંગળી ભરેલા વાહનોની 10 થી 12 કિ.મી લાંબી લાઈનો લાગી જવા પામી હતી. યાર્ડ બહાર હજુ પણ 400 જેટલા વાહનોની લાઈનો લાગી છે. હરાજીમાં ડુંગળીના 20 કિલોના ભાવ રૂ. 100 થી રૂ. 481 સુધીનો ભાવ બોલાયો હતો.

એક સપ્તાહમાં ડુંગળીના ભાવમાં 400 રૂપિયાનો ઘટાડો

ગોંડલ માર્કેટિંગ યાર્ડ સાથે હાઈવે પર વાહનોની 8થી 10 કિમી લાંબી લાઇનો લાગી હતી. માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશ ઢોલરીયાએ જણાવ્યુ હતુ કે, ગોંડલ માર્કેટ યાર્ડમાં 3 લાખથી વધુ કટ્ટાની આવક થઈ હતી. ખેડૂતોને ડુંગળીના 20 કિગ્રાના ભાવ 100 થી 400 રૂપિયા સુધી મળ્યા છે. જૂનાગઢ, ગીર સોમનાથ, જામનગર, પોરબંદર સહિત સૌરાષ્ટ્રભરના ખેડૂતો ડુંગળી લઈને માર્કેટિંગ યાર્ડમાં વેચાણ માટે આવ્યા હતા. પુષ્કળ પ્રમાણમાં ડુંગળીની આવક નોંધાતા યાર્ડમાં ડુંગળી રાખવા માટેની જગ્યાઓ પણ ઓછી પડી રહી છે.

તમામ માર્કેટયાર્ડ હાઉસફૂલ

બીજી બાજુ સૌરાષ્ટ્ર જ નહીં પરંતુ દેશભરમાં પ્રસિદ્ધ માર્કેટિંગ યાર્ડ મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે પણ મોટા પ્રમાણમાં ડુંગળીની આવક થઇ હતી. છેલ્લા કેટલાય દિવસથી મહુવા યાર્ડમાં રેકોર્ડ બ્રેક ડુંગળીની આવક થઈ રહી છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડ માત્ર 7 દિવસમાં લાલ ડુંગળીની આવકમાં વધારો થતા હરાજીમાં ભાવમાં રૂ.300 થી રૂ.400નો ઘટાડો જોવા મળ્યો હતો. ડુંગળીની રેકોર્ડબ્રેક આવકને લઈને યાર્ડના સત્તાધીશો દ્વારા અન્ય જાહેરાત ન કરવામાં આવે ત્યાં સુધી ડુંગળીની આવક સદંતર બંધ કરવામાં આવી છે. ડુંગળીના ગગડતા ભાવે ખેડૂતોને રાતા પાણીએ રડાવ્યા છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button