આજે ગૃહમાં અમિત શાહે ગઇકાલે કરેલા સંબોધનને લઇને વિરોધ કર્યો હતો. વિપક્ષનું કહેવુ છે કે બાબા સાહેબ આંબેડકરનું અપમાન કરવામાં આવ્યુ છે. મામલો એટલો ગરમાયો હતો કે રાજીનામા સુધી માગ પહોંચી હતી. વિપક્ષે સંસદ પરિસરમાં પણ વિરોધ કર્યો હતો. ત્યારે આ મામલે હવે પીએમ મોદીએ પોતાનું મૌન તોડ્યુ છે. તેમણે ટ્વિટ કરીને વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા. લઇને આપેલા નિવેદન આપ્યુ હતું. આ નિવેદન પર વિપક્ષે આજે હોબાળો કર્યો હતો. વિપક્ષે આજે
અમિત શાહે કોંગ્રેસનો કાળો ઈતિહાસ- PM મોદી
પીએમ મોદીએ ટ્વિટ કરતા કહ્યું કે કોંગ્રેસે બાબાસાહેબના વારસાને ભૂંસી નાખવાનો પ્રયાસ કર્યો. કોંગ્રેસે હંમેશા બાબાસાહેબનું અપમાન કર્યું છે. કોંગ્રેસ પાર્ટીએ બે વખત ચૂંટણીમાં બાબાસાહેબને હરાવ્યા હતા. પંડિત નેહરુએ બાબાસાહેબ વિરુદ્ધ અભિયાન ચલાવ્યું. પીએમ મોદીએ કહ્યું કે બાબાસાહેબ માટે અમારો આદર સર્વોપરી છે. અમિત શાહે કોંગ્રેસના કાળા ઈતિહાસનો પર્દાફાશ કર્યો. સત્ય બહાર આવે ત્યારે કોંગ્રેસ નાટક કરી રહી છે. પીએમ મોદીએ કહ્યું કે આપણે જે પણ છીએ તે બાબાસાહેબના કારણે છીએ.
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે જો કોંગ્રેસ અને તેની સડેલી ઇકોસિસ્ટમ એવું વિચારે છે કે તેમના દૂષિત જૂઠાણા તેમના ઘણા વર્ષોના દુષ્કૃત્યો, ખાસ કરીને ડૉ. આંબેડકર પ્રત્યેના તેમના અનાદરને છુપાવી શકે છે તો આ તેમની ભૂલ છે. દેશના લોકોએ વારંવાર જોયું છે કે કેવી રીતે એક વંશના નેતૃત્વ હેઠળની પાર્ટીએ ડો. આંબેડકરના વારસાને ભૂંસી નાખવા અને SC/ST સમુદાયોને અપમાનિત કરવા માટે દરેક સંભવિત ગંદી યુક્તિઓનો ઉપયોગ કર્યો છે.