આધુનિક જમાનામાં અંધશ્રદ્ધા લોકોનો પીછો છોડતી નથી. લોકો ડોક્ટરે કરેલી દવાથી નહીં પરંતુ ભૂવાએ કરેલી તાંત્રિક વિધિથી સાજો થયાનો વિડિયો સોશિયલ મીડિયામાં મૂક્યો છે. અમદાવાદની પ્રખ્યાત સિવિલ હોસ્પિટલના આઈસીયુ બેડ ઉપર દાખલ એક દર્દીની ભૂવાએ તાંત્રિક વિધિ કરતાં સાજો થયો હોવાનો એક વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. દર્દીના પરિવારજનો એવું કહે છે કે, વેન્ટિલેટર પર રહેલો દર્દી ડોક્ટરની દવાથી નહીં પરંતુ તેમના મુકેશ ભુવાજીએ કરેલી વિધિથી સાજો થયો છે.
અમદાવાદની સિવિલ હોસ્પિટલની બેદરકારી છે કે પરિવારજનોની અંધશ્રદ્ધા આવા અનેક ઘટનાઓ સામે આવી છે. જેમાં વાત કરીએ અમદાવાદની તો સિવિલ હોસ્પિટલના ICU વોર્ડ સુધી ભૂવો તાંત્રિક વિધિ કરવા પહોંચી જાય છે. જડબેસલાક સિક્યોરિટી વચ્ચે ભૂવો અહીં સુધી કેવી રીતે પહોંચ્યો તે પણ એક સવાલ છે. તો દર્દીના પરિવારજનો કહે છે કે હવે ડોક્ટરો નહિ પણ ભૂવા સાજા કરી રહ્યા છે. ભૂવાજીએ પોતે પબ્લિસિટી સ્ટંટના નામે આવા ફેક વિડિયો બનાવે છે.
વીડિયોમાં જોઈ શકાય છે દર્દીના માથા ઉપર ભૂવો કંઈક ફેરવે છે અને લોકોને અંધશ્રદ્ધાના નામે ગોળી પીવડાવે છે. આઈસીયુમાં વેન્ટિલેટર પર રહેલો દર્દીને ભૂવાએ વિધિ કર્યા સાજા થઈ ઘરે પહોંચ્યા હોવાનો દાવો કરાઈ રહ્યો છે. જોકે સંદેશ ન્યૂઝ આ વાયરલ વીડિયોની પુષ્ટિ કરતું નથી. પરંતુ જો ભૂવો સિવિલ હોસ્પિટલમાં જઈને આવી તાંત્રિક વિધિ કરતો હોય તો એમાં કોણ બેજવાબદાર ગણાશે તે પણ એક સવાલ છે.
Source link