મહારાષ્ટ્રના ચૂંટણી પરિણામોમાં ગઠબંધન ધરાવતી મહાયુતિની જીત થઇ છે. બીજેપીને બહુમતી મળી છે. યુબીટી અને શરદ પવારની એનસીપીએ ભારે હારનો સામનો કરવો પડ્યો છે. તેવામાં આજે એવા સમાચાર સામે આવ્યા કે એનસીપી અધ્યક્ષ શરદ પવારે પીએમ મોદી સાથે મુલાકાત કરી છે. બંને નેતાઓ મહારાષ્ટ્રના ચૂંટણી પરિણામ બાદ પહેલીવાર મળ્યા છે. ત્યારે એવો તો શું કારણ હતું કે શરદ પવારે પીએમ મોદીને મળવા પહોંચવુ પડ્યું. આવો જાણીએ.
પીએમ મોદીને મળ્યા શરદ પવાર
આજે બંને નેચાઓએ સંસદ ભવનમાં પીએમ કાર્યાલયમાં મુલાકાત કરી. પીએમ કાર્યાલયમાં શરદ પવાર પીએમ મોદીને મળવા પહોંચ્યા હતા. મળતી માહિતી મુજબ દિલ્હીમાં અખિલ ભારતીય મરાઠી સાહિત્ય સંમેલન થવાનું છે. આ સાહિત્ય સંમેલનમાં નિમંત્રણ પત્ર આપવા માટે શરદ પવાર પીએમ મોદીને મળવા પહોંચ્યા હતા. શરદ પવાર આ સંમેલનમાં સ્વાગતાધ્યાક્ષ છે. ત્યારે શરદ પવાર પીએમ મોદીને મળીને સંસદ ભવનમાંથી બહાર આવી રહ્યા હતા. તે દરમિયાન તેમણે મીડિયાકર્મીઓને જણાવ્યું કે હું ખેડૂતો મુદ્દે પીએમ મોદીને મળવા ગયો હતો.
પીએમ મોદીને આપ્યા દાડમ
તેમણે પીએમ મોદી સાથે કોઈ રાજકીય ચર્ચા કરી નથી. આ દરમિયાન તેમણે પીએમ મોદીને દાડમ પણ અર્પણ કર્યા હતા. શરદ પવાર અને પીએમ મોદીની આ મુલાકાત એવા સમયે થઈ છે જ્યારે ખેડૂતો ફરી એકવાર રસ્તા પર ઉતરી આવ્યા છે. MSPની કાયદેસર ગેરંટી સહિતની અનેક માંગણીઓને લઈને ખેડૂતો ફરી વિરોધ કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે પીએમ મોદી અને શરદ પવાર મહારાષ્ટ્રના પુણેમાં મળ્યા હતા. ત્યારબાદ પીએમ મોદી અને શરદ પવારે એક કાર્યક્રમમાં સ્ટેજ શેર કર્યું હતું. તે કાર્યક્રમમાં પીએમ મોદીનું સન્માન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ભારે રાજનીતિ છવાઈ ગઈ હતી. NCPમાં વિભાજન બાદ મોદી અને પવારની આ પહેલી મુલાકાત હતી.