MSME ડિફેન્સ કોન્ક્લેવ એ 18 ડિસેમ્બર 2024 ના રોજ રાજકોટ ખાતે યોજાયો હતો. જેમાં સંરક્ષણ ક્ષેત્રમાં MSME અને સ્ટાર્ટઅપ્સ માટેની તકોની ચર્ચા કરવામાં આવી હતી. આ કાર્યક્રમનું આયોજન PHD ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (PHDCCI) દ્વારા ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ પ્રોડક્શન ભારત સરકાર અને રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશનના સહયોગથી કરવામાં આવ્યું છે.આ કોન્ક્લેવની થીમ છે:- સંરક્ષણ MSMEમાં ટેકનોલોજી અને નવીનતા.
MSME ઉદ્યોગ ડિફેન્સ ક્ષેત્રે આગળ વધે તેમને લઈ કોન્કલેવ
રાજકોટ તેના ઓટો અને એંજીન્યરિંગ ઉધ્યોગ માટે જાણીતું છે.જે હવે તેનું ભવિષ્ય સંરક્ષણ ક્ષેત્ર તરફ આગળ વધે તેમ ઇચ્છી રહ્યું છે. સંરક્ષણ ક્ષેત્રમાં રાજકોટ ઉત્પાદન હબ તરીકે ઉપસી આવે તેવું તેનું આયોજન છે.જેને લઈ રાજકોટ એન્જિનયરિંગ એસોસિએશન દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.
ડિફેન્સમાં ખૂબ જ સારી તક છે
સંરક્ષણ મંત્રાલય ઘરેલુ કંપનીઓ માટે સંરક્ષણ મૂડી બજેટ 75% જેટલું ફાળવે છે.તે ઉપરાંત રાજકોટ કાસ્ટિંગ ફોર્જિંગ અને મશીનિંગમાં તેની અપગ્રેડ કુશળતાનો લાભ લઈ રહ્યું છે.એક અંદાજ મુજબ રાજકોટમાં આશરે 500 થી વધુ એકમો સીધી કે આડકતરી રીતે સંરક્ષણ ક્ષેત્રના ઘટકોના ઉત્પાદન સાથે સંકળાયેલા છે. સ્વાવલંબી ભારત અને મેક ઇન ઈન્ડિયા અભિયાનના ભાગરૂપે સરકારે સ્થાનિક કંપનીઓ પાસેથી સંરક્ષણ સાધનો ખરીદવાનો નિર્ણય કર્યો છે. જેના પગલે રાજકોટ ખાતે MSMEને એંજીન્યરિંગમાં સંરક્ષણનો ઓર્ડર મળવા લાગ્યાં છે.
રાજકોટ ઘણા દાયકાઓથી મશીન-ટુલ્સ અને એન્જિનીયરીંગ ક્ષેત્રે દેશ-વિદેશ માટે હબ બન્યું છે ત્યારે હવે ડીફેન્સ ક્ષેત્રે પણ આગળ વધી યશકલગીમાં નવું પીંછુ ઉમેરશે. અત્યાર સુધી સર્વશ્રેષ્ઠ હથિયારો જર્મનીના જ ગણાતા, પરંતુ ઉચ્ચ ગુણવત્તા અને આધુનિક ટેકનોલોજીથી ઘરઆંગણે બનેલા સંરક્ષણના સાધનોથી દેશના નાગરિકોની રક્ષા થઇ શકશે. રાજકોટમાં જ બનેલા ઉચ્ચ ગુણવત્તાના હથિયારો ‘મેડ ઈન રાજકોટ’ની ઓળખથી વિશ્વભરમાં ખ્યાતિ પામશે. સાથે સાથે દેશ આત્મનિર્ભર અને વિશ્વમાં અગ્રેસર બનશે.
MSME ઉધોગમાં હાલ મંદીના ભરડામાં
હાલમાં MSME ઉધ્યોગમાં મંદી ચાલી રહી છે. વિશ્વના વિવિધ દેશોમાં યુદ્ધ અને મંદીનો માહોલ ચાલી રહ્યો છે.ત્યારે MSMEમાં વપરતું રૉ મટિરિયલમાં યુદ્ધના કારણે સપ્લાય ઓછી છે. મિડલ ઈસ્ટમાં યુદ્ધના કારણે સપ્લાય ઘટી છે. ત્યારે મટિરિયલ વગર ઉધ્યોગ કેવી રીતે ચાલે તે યક્ષ પ્રશ્ન છે. ડિફેન્સને લઈ MSME ઉધોગ આગળ વધે તે દિશામાં કામ કરી રહ્યા છીએ. જેમાં પેહલા વિદેશ પર નિર્ભર રહેવું પડતું હતું પણ હવે દેશમાં અનેક કંપની ડિફેન્સ ક્ષેત્રે સપ્લાય શરૂ કરી છે.
ડિફેન્સ કોરિડોર રાજકોટમાં બનાવવામાં આવે તેવી માંગ
રક્ષા ક્ષેત્ર સાથે MSME જોડાય તે ખૂબ જ જરૂરી છે. ડિફેન્સમાં સપ્લાય રાજકોટથી એંજીનયરિંગ ક્ષેત્રે શરૂ થાય તો રાજકોટને ખૂબ મોટો ફાયદો થશે.પેહલા આપણે આયાત કરી રહ્યા હતા હવે અહીં આપણે ઉત્પાદન શરૂ કરી શકીએ છીએ. મોટી કંપનીઓ સાથે કામ કરવાની તક અને ઉત્પાદન શરૂ કરવાની તક છે . ટેન્કથી લઇ રાયફલ અને સેનાની ગનમાં અનેક પાર્ટ્સ રાજકોટ ઉત્પાદન કરી શકે તેવી ક્ષમતા છે.
Source link