ચાલુ વર્ષના છેલ્લા મહિનામાં મેટ્રો રૂટ પર હવાઈ મુસાફરી કરવાની યોજના બનાવનારા યાત્રીઓને જરૂર નવાઈ લાગી હશે કે લાગશે. કેમ કે, ટિકિટ બૂકિંગ પોર્ટલ્સના ડેટા મુજબ, મેટ્રો સિટી વચ્ચે હવાઈ મુસાફરીના ભાડામાં ગત ડિસેમ્બરની સરખામણીએ ચાલુ વર્ષે ડિસેમ્બર મહિનામાં 30 ટકા સુધીનો ઘટાડો થયો છે.
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, મેટ્રો રૂટ પર હવાઈ ભાડમાં ઘટાડો એટલા માટે છે, કેમ કે, ડિસેમ્બરના અંતમાં સામાન્ય રીતે મહાનગરો વચ્ચે હવાઈ મુસાફરીના પ્રમાણમાં ઘટાડો થઈ જાય છે. તેમાં પણ આ વર્ષની માંગ ગત ડિસેમ્બરની માંગ કરતાં ઓછી છે. અલબત્ત વર્ષના અંતે રજાઓ અને તહેવારની સીઝનને કારણે મેટ્રો તથા ટુરિસ્ટ અને ધાર્મિક સ્થળો ખાતેના એર ફેરમાં વધારો થયો છે.
ટ્રાવેલ પોર્ટલના જણાવ્યા અનુસાર, મહાનગરો વચ્ચે વાર્ષિક ધોરણે વિમાન યાત્રાના ભાડામાં નવ ટકાથી 30 ટકા સુધીનો ઘટાડો થયો છે. સૌથી મોટો ઘટાડો ચેન્નઈ અને કોલકાતા વચ્ચેના એર ફેરમાં થયો છે. જે 28 ટકા છે. કોલકાતા અને બેંગ્લુરૂ વચ્ચેના એર ફેરમાં 27 ટકાનો ઘટાડો થયો છે. ત્રીજા નંબરે દિલ્હી-ચેન્નઈ અને હૈદરાબાદ-નવી દિલ્હી છે. આ મેટ્રો પરના વિમાન ભાડામાં 21 ટકાનો ઘટાડો થયો હતો. તેમજ ત્યારબાદ નવી દિલ્હી-અમદાવાદ વચ્ચેના હવાઈ ભાડામાં 20 ટકાનો ઘટાડો થયો હતો. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, તહેવારોની સીઝનથી મહાનગરો વચ્ચેના હવાઈ ભાડામાં વધારો થયો હતો. જેમાં હાલ ઘટાડો થયો છે. બૂકિંગમાં પણ હાલ ઘટાડો થયો છે. હાલના સમયમાં એવું જોવા મળી રહ્યું છે કે, લોકો નજીકના સ્થળો સુધી જવા માટે કારનો ઉપયોગ કરે છે. એરલાઈન્સની વેબસાઈટ પરના અલ્ગોરિધમ્સ એ વાતની ખાતરી કરે છે કે, જો તમે બેથી ત્રણ મહિના પહેલાં બૂકિંગ કરો તો પણ ટિકિના ભાવ ઊંચા બન્યા રહે.
Source link