SPORTS

Tennis: એસ એકેડેમી ખાતે 23મીથી ITF વિમેન્સ ટેનિસનો પ્રારંભ,80 ખેલાડીઓ ભાગ લેશે

એસ ટેનિસ એકેડેમી ખાતે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (એસએજી) અને ગુજરાત સ્ટેટ ટેનિસ એસોસિયેશન (જીએસટીએ)ના સહયોગથી 23મીથી આઇટીએફ વિમેન્સ ટેનિસ ટૂર્નામેન્ટ રમાશે જેમાં વિદેશની 10 સહિત ભારતભરમાંથી કુલ 80 ખેલાડીઓ ભાગ લઇ રહી છે.

ગુજરાતની યુવા ખેલાડી ઝીલ દેસાઇ મુખ્ય ડ્રોમાં રમશે. ટેલેન્ટેડ યુવા ખેલાડી ખુશાલી મોદી અને પ્રિયાંશી ભંડારીને વાઇલ્ડ કાર્ડ દ્વારા મુખ્ય ડ્રોમાં પ્રવેશ આપવામાં આવ્યો છે. રૂફથી કવર કરેલા ત્રણ અને બે ઓપન ક્લે કોર્ટ ખાતે રમાનારી આ ટૂર્નામેન્ટમાં 21મી અને 22મીએ ક્વોલિફાઇંગ રાઉન્ડ રમાશે. હેડ કોચ ડિમિટ્રી બાસ્કોવે જણાવ્યું હતું કે ટૂર્નામેન્ટમાં રશિયા, કેનેડા, જાપાન, ઇઝરાયેલ, બ્રિટન સહિત અન્ય દેશમાંથી પણ ખેલાડીઓ ભાગ લઇ રહ્યા છે. આ ઉપરાંત ટૂર્નામેન્ટમાં ભાગ લેવા માટે કેટલાક ખેલાડીઓ વેઇટિંગ લિસ્ટમાં છે. જીએસટીએના શ્રીમલ ભટ્ટે પણ જણાવ્યું હતું કે સતત ઇન્ટરનેશનલ સ્તરની ટૂર્નામેન્ટના આયોજનથી ગુજરાતમાં ટેનિસનું લેવલ સતત ઊંચું જઇ રહ્યું છે.

1998માં એસ એકેડેમીની શરૂઆત કરીને અત્યાર સુધીમાં 20 હજાર કરતાં વધારે ખેલાડીઓને ટ્રેનિંગ આપી ચૂકેલા પ્રમેશ મોદીએ જણાવ્યું હતું કે આઇટીએફ દ્વારા ટૂર્નામેન્ટ દરમિયાન રેન્ડમ ડોપ ટેસ્ટ લેવામાં આવશે. આ માટે તેમની મેડિકલ ટીમ પણ એકેડેમીની મુલાકાત લેશે. ગુજરાત ખાસ કરીને અમદાવાદ ટેનિસનું હબ બની રહ્યું છે અને સ્થાનિક ખેલાડીઓને ક્લે કોર્ટ ઉપર વિદેશી ખેલાડીઓ સામે રમવાનો અનુભવ મળે તે હેતુથી આ પ્રકારની ટૂર્નામેન્ટનું ઘરઆંગણે સતત આયોજન કરવામાં આવી રહ્યું છે. ક્વોલિફાઇંગ રાઉન્ડમાં ગુજરાતની ચાર ખેલાડીઓને પણ વાઇલ્ડ કાર્ડ આપવામાં આવ્યું છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button