થાનગઢ માં મેઈન બજારમાં સ્ટેશન રોડ પર આવેલા ફાટક વારંવાર બંધ થતુ હોવાથી ટ્રાફ્કિ સમસ્યા નિવારવા રેલ્વે ફાટક કાઢીને વર્ષ 2018 માં રેલવે ઓવરબ્રિજ પીપળાના ચોકથી જોગ આશ્રામ સુધી બનાવવાનું કામ રૂ.42 કરોડના ખર્ચે સમસ્યાને લઈ ઓવરબ્રિજનું ખાત મહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ કામની મુદત 18 માસ માં પૂર્ણ કરવાનું હતું. જે વચમાં કોરો ના લીધે 3 વર્ષે જેટલા સમય ગાળા દરમિયાન બંધ રહ્યું હતુ.જે બાદ ચાલુ થતા તેમાં 42 કરોડ સિવાય વધુ ઘટ પડી હોવાને કારણે લાંબા સમયથી અટકીને રહ્યુ હતુ.જે નાણાની જરૂરીયાત અંગે મુખ્યમંત્રીને ચોટીલા વિધાનસભા ના ધારાસભ્ય શ્રી શામજીભાઈ ચૌહાણ, ભાજપ શહેર પ્રમુખ જીતુભાઇ પુજારા, સુરેન્દ્રનગર જિલ્લા ઉપપ્રમુખ લીનાબેન ડોડીયા,પૂર્વ યુવા સદસ્ય વિજયભાઈ પ્રજાપતિ અને યુવા ઉંદ્યોગ પતિ મુકેશભાઈ મકવાણા દ્વારા CM મંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ને રૂબરૂ મળી રજુઆત કરી હતી.
જેમાં મુખ્યમંત્રી દ્વારા ધારાસભ્ય સહિત થાન આગેવાનોએ રજૂઆત બાદ 8 કરોડ રૂપીયા ફળવ્યા બાદ વર્ષ ગોકળની ગતિએ બની રહેલ ઓવરબ્રિજ ને તાત્કાલિક કામ શરૂ કરવાનો આદેશ કરવામાં આવ્યો હતો.જેની સાથે 2024 માં કામગીરી પૂર્ણ કરવાની જાહેરાતો કરવામાં આવી હતી પરંતુ હજુ સુધી કામ પૂર્ણ ન થતાં લોકોમાં તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે.
અંડર ગ્રાઉન્ડ પણ બનશે
થાન માં લોકોની હાલાકી ને લઈને થાનગઢ વેપારી એસોસિયેશન ની મહેનત અને પ્રયત્નો દ્વારા ઓવરબ્રિજ ની નીચે અંદર ગ્રાઉન્ડ પણ અંદાજીત 3.50 કરોડ ના ખર્ચે શરૂ કરવામાં આવ્યું છે.જે છેલ્લા 4-5 દિવસથી શરૂ પણ કરી દેવામાં આવ્યું છે.
રેલવેએ ડબલ લાઈન શરૂ કરતા અકસ્માતની ભીતી
પાટા ની અંદર રેલવે દ્વારા ડબલ લાઈન ચાલુ કરી દેવામાં આવી છે. ત્યારે ગમે ત્યારે જો અચાનક ગાડી આવી જાય તો મોટી દુર્ઘટના થવાની પૂરેપૂરી શક્યતા છે.
Source link