TECHNOLOGY

હવે chatgpt સાથે વાત પણ કરી શકાશે, openAI લાવ્યું નવું ફીચર

ટેકનોલૉજીઅને ChatGPTના ચાહકો માટે ખુશખબર છે. OpenAI એ તેના AI ફીચરને whatsapp પર વાપરવા માટેનો નિર્ણય લીધો છે. યુઝર્સ હવે ફોન નંબર 1-800-242-8478 પર ટેક્સ્ટ કરીને વોટ્સએપથી સીધા જ ચેટજીપીટીને એક્સેસ કરી શકે છે.

OpenAI ચેટબૉટ હવે વ્હોટ્સએપ્પ પર

ઓપનએઆઈએ ગુરુવારે અમેરિકા અને કેનેડામાં તેના વપરાશકર્તાઓ માટે એક મોટી જાહેરાત કરી છે. OpenAI એ પ્રાયોગિક સેવા 1-800-ChatGPT શરૂ કરી છે. જે લોકપ્રિય ચેટબોટને WhatsApp પર લાવે છે. આ પગલાનો હેતુ AI ચેટબોટને વાપરવા ઇચ્છુક લોકો એપ્લિકેશનની જરૂર વગર વધુ સુલભ બનાવવાનો છે. રસપ્રદ વાત એ છે કે મેટા પાસે પહેલેથી જ WhatsApp પર Meta AI છે. જે લામા 3 મોડેલ પર આધારીત છે.

શું છે નવી શુવિધા?

આ ChatGPT ને એક્સેસ કરવાનું પહેલા કરતા વધુ સરળ બનાવે છે. ઓપન એઆઈ હવે ફ્લિપ ફોન અને ફિક્સ્ડ લેન્ડલાઈન ફોન પરથી પણ વાપરી શકાશે. 1-800-CHATGPT ડાયલ કરીને મહિનામાં 15 મિનિટ સુધી ચેટજીપીટી સાથે વાત કરી શકાશે. ફોન લાઇન પર ChatGPT સાથે વાત કરવા માટે વધારાના સબ્સ્ક્રિપ્શન અથવા એકાઉન્ટની પણ હવે જરૂર નથી. વપરાશકર્તાઓ વ્યક્તિગત પ્રશ્નો પૂછી શકે છે. આ સાથે ChatGPT વિવિધ ભાષાઓમાં નવા શબ્દસમૂહો વિશે શીખવામાં પણ મદદ કરી શકે છે. તે કુદરતી ભાષાના અવાજના વિનિમયનો અનુભવ પ્રદાન કરે છે.

WhatsApp પર બે AI

ઓપનએઆઈ એપ્લિકેશન પર ChatGPT નો જે રીતે ઉપયોગ કરાય છે તેમ WhatsApp પર ChatGPT પણ તમામ પ્રશ્નોના જવાબ આપી શકે છે. જો કે ઇમેજ જનરેશન અથવા વૉઇસ મોડ જેવી અદ્યતન ક્ષમતાઓનો ઉપયોગ કરવા માટે વેબ અથવા અધિકૃત એપ્લિકેશનમાંથી ChatGPT ઍક્સેસ કરવું પડશે. આગામી દિવસોમાં વપરાશકર્તાઓ WhatsApp પર તેમના ChatGPT એકાઉન્ટની સાથે પ્રમાણિત કરી શકશે અને છબીઓ સાથે ચેટિંગ અને વેબ શોધ જેવી વધારાની સેવાઓ પણ પ્રાપ્ત કરી શકશે. હાલમાં WhatsApp વપરાશકર્તાઓ Meta AI નો ઉપયોગ કરીને આ તમામ સુવિધાઓને ઍક્સેસ કરી જ શકે છે. જે વપરાશકર્તાઓને છબીઓ જનરેટ કરવા અને લોકપ્રિય AI સાથે ચેટ કરવા દે છે.

હવે વધારાના સબસ્ક્રિપ્શન કે એકાઉન્ટની જરૂર નથી


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button