લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીની આગેવાની હેઠળ ઈન્ડિ. ગઠબંધનના સાંસદોએ સંસદ સંકુલમાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન ભાજપના સાંસદોએ સંસદ સંકુલમાં વિપક્ષી સાંસદોનો વિરોધ પણ કર્યો હતો. આ ઝપાઝપી દરમિયાન ભાજપના બે સાંસદો ઘાયલ થયા હતા. ભાજપનો આરોપ છે કે રાહુલ ગાંધીએ તેના બે સાંસદો પ્રતાપચંદ્ર સારંગી અને મુકેશ રાજપૂતને ધક્કો માર્યો. જે કારણોસર બંને સાંસદો પડી જતા તેઓ ઇજાગ્રસ્ત થયા. હાલ બંને સાંસદોને હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પરંતુ સમગ્ર મામલે બીજેપી સાંસદ અનુરાગ ઠાકુરે મહત્વનું નિવેદન આપ્યું છે.
અનુરાગ ઠાકુરે રાહુલ ગાંધી વિરુદ્ધ ફરિયાદ
બીજેપી સાંસદ અનુરાગ ઠાકુરે કહ્યું, ‘અમે રાહુલ ગાંધી વિરુદ્ધ દિલ્હી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. તેમાં આજે સંસદમાં બનેલી સમગ્ર ઘટનાની માહિતી આપવામાં આવી છે. રાહુલ ગાંધીનું જે પ્રકારનું વલણ છે, તેમને લાગે છે કે તેઓ કાયદાથી ઉપર છે, ગાંધી પરિવાર પોતાને કાયદાથી ઉપર માને છે. રાહુલ ગાંધીએ નાગાલેન્ડની મહિલા સાંસદ સાથે પણ ખૂબ જ અહંકારી રીતે ગેરવર્તન કર્યું હતું. રાહુલ ગાંધીએ શારીરિક હુમલો અને ઉશ્કેરવાનું કામ કર્યું છે. . અમે કલમ 109, 115, 117, 125, 131 અને 351 હેઠળ ફરિયાદ દાખલ કરી છે. કલમ 109 એ હત્યાના પ્રયાસ માટેની કલમ છે, કલમ 117 એ જાણીજોઈને ગંભીર ઈજા પહોંચાડવાની કલમ છે. વડોદરાના સાંસદ વતી ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
પોલીસે કેસ નોંધ્યો છે- બાંસુરી સ્વરાજ
બીજેપી સાંસદ બંસુરી સ્વરાજે કહ્યું કે આ એક ક્રાઇમ છે તેથી અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવા આવ્યા છીએ. સુરક્ષા કર્મીઓએ વારંવાર કહ્યુ કે રાહુલ ગાંધી આ અન્ય રસ્તો છે જ્યાઁથી તમે સુરક્ષિત રીતે પાર્લામેન્ટમાં પ્રવેશી કયો છો. પરંતુ રાહુલ ગાંધીએ સુરક્ષાકર્મીઓની વાત સાંભળી નહી.