સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)એ દિલ્હી, બેંગલુરુ, વારાણસી, બિહાર, ગુજરાત અને છત્તીસગઢની 29 સ્કૂલોમાં ડમી વિદ્યાર્થીઓના પ્રવેશની તપાસ મુદ્દે શ્રોણીબદ્ધ સરપ્રાઇઝ ઇન્સ્પેક્શન કર્યા છે. CBSEના સચિવ હિમાંશું ગુપ્તાના જણાવ્યા અનુસાર CBSEના અધિકારીઓ અને એફિલિએટેડ સ્કૂલોના આચાર્યની બનેલી કુલ 29 ટીમોએ આ ઇન્સ્પેક્શનને અંજામ આપ્યો હતો.
ગુપ્તાએ જણાવ્યું હતું કે જે સ્કૂલોમાં ઇન્સ્પેક્શન કરાયુ હતું તે પૈકીની મોટાભાગની સ્કૂલો વિદ્યાર્થીઓના વાસ્તવિક હાજરીના રેકોર્ડને અવગણીને વિદ્યાર્થીઓને પ્રવેશ આપીને તેમજ હાજર નહીં રહેનારા વિદ્યાર્થીઓના પ્રવેશને ચાલુ રાખીને બોર્ડના એફિલિએશન બાય લો નો ભંગ કર્યો હતો. વધુમાં સ્કૂલો બોર્ડના ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત ધારાધોરણોનો ભંગ કરતી પણ મળી આવી હતી. હિમાંશુ ગુપ્તાએ વધુમાં ઉમેર્યુ હતું કે CBSEએ આ નિયમ ભંગને ગંભીરતાથી લીધા છે અને બોર્ડ નિયમ ભંગ કરતી મળેલી સ્કૂલોને શો-કોઝ નોટિસ ફટકારવાની તૈયારીમાં છે. બોર્ડ સાથે જ કસૂરવાર સંસ્થાઓ સામે કાનૂની કાર્યવાહીની તૈયારી પણ કરી રહ્યું છે. નિયમનો ભંગ કરતી મળેલી અઢાર સ્કૂલો રાષ્ટ્રીય રાજધાનીની છે જ્યારે ત્રણ સ્કૂલો વારાણસી બે-બે સ્કૂલો બેંગલુરુ, પટણા, અમદાવાદ અને બિલાસપુરની છે.
ચોક્કસ રાજ્યના ક્વોટાનો લાભ લેવા પણ ડમી સ્કૂલોની પસંદગી
મેડિકલ અને ઇજનેરી અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માગતા વિદ્યાર્થીઓ ચોક્સ રાજ્યોમાં મેડિકલ અને એન્જીનિયરિંગ સંસ્થાઓમાં રખાયેલા ક્વોટાને ધ્યાનમાં રાખીને ડમી સ્કૂલોમાં પ્રવેશ લેતા હોય છે. ઉદાહરણ તરીકે જે ઉમેદવારે ધોરણ 11 અને 12ના વર્ગો દિલ્હીમાં પૂરા કર્યા હોય તેઆને દિલ્હીના સ્ટેટ ક્વોટા હેઠળ રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રની મેડિકલ કોલેજોમાં પ્રવેશ માટે વિચારણા હેઠળ લેવામાં આવે છે.
Source link